Home Uncategorized રાજ્યસભામાં ભાવુક થયા વેંકૈયા નાયડૂ, આંખોમાં છલકાયા આંસુ,’કાલે જે થયું તેનાથી બહું...

રાજ્યસભામાં ભાવુક થયા વેંકૈયા નાયડૂ, આંખોમાં છલકાયા આંસુ,’કાલે જે થયું તેનાથી બહું દુઃખી છું’

Face Of Nation, 11-08-2021: રાજ્યસભા ચેરમેન એમ. વેંકૈયા નાયડૂ મંગળવારે ગૃહમાં ભાવુક થઈ ગયા. મૂળે, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓના સાંસદો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન બિનજવાબદાર વ્યવહાર વિશે બોલી રહ્યા હતા. નાયડૂએ વિપક્ષી સાંસદોના વ્યવહાર પ્રત્યે ક્ષોભ પ્રગટ કર્યો અને કહ્યું કે, તેમના વ્યવહારથી ગૃહનું નામ ખરાબ થયું છે. તેમણે કહ્યું કે કેટલાક સાંસદો ટેબલ પર બેસી ગયા અને કેટલાક તો ટેબલ પર ચઢી ગયા…પોતાનો ક્ષોભ પ્રગટ કરતી વખતે રાજ્યસભા ચેરમેન ભાવુક થઈ ગયા.

બીજી તરફ, એએનઆઇએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, રાજ્યસભા ચેરમેન વિપક્ષના કેટલાક સાંસદોની વિરુદ્ધ એક્શન લઈ શકે છે, જેઓએ ગૃહમાં હોબાળો કર્યો. ગૃહ મંત્રી અમિત શાહ, ગૃહના નેતા પીયૂષ ગોયલ અને અન્ય બીજેપી સાંસદોએ બુધવાર સવારે વેંકૈયા નાયડૂ સાથે આ મામલે મુલાકાત કરી હતી.

વેંકૈયા નાયડૂએ રાજ્યસભામાં કહ્યું, ‘મને ખૂબ દુઃખ છે કે ચોમાસું સત્ર શરૂ થયા બાદથી જ સતત ગૃહનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે ગૃહમાં કેટલાક વર્ગોની વચ્ચે પ્રતિસ્પર્ધા ચાલી રહી છે.’ અહેવાલો મુજબ, મંગળવારે વિપક્ષના કેટલાક સાંસદ ગૃહમાં ટેબલ પર ચઢી ગયા હતા. આ એ જગ્યા છે, જ્યાં રાજ્યસભાના અધિકારી અને પત્રકારો બેસે છે. આ ઉપરાંત એક સાંસદે તો ઓફિશિયલ દસ્તાવેજોને ઉઠાવીને ચેરમેનની ખુરશી તરફ ફેંક્યા હતા.

https://twitter.com/ANI/status/1425329923787350016

રાજ્યસભા ચેરમેને વધુમાં કહ્યું, ‘આપણા મંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી એક મર્યાદા સુધી જ હોય છે. તેનાથી આગળ ન જઈ શકાય. ગૃહના આ ગર્ભગૃહમાં પ્રવેશ કરવો જ એક પ્રકારથી અપમાન છે અને આવું વર્ષોથી થતું આવી રહ્યું છે.’(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)