Home Uncategorized હિમાચલમાં મોટી દુર્ઘટના, ભુસ્ખલનને કારણે 40થી વધુ લોકો દબાયા હોવાની આશંકા

હિમાચલમાં મોટી દુર્ઘટના, ભુસ્ખલનને કારણે 40થી વધુ લોકો દબાયા હોવાની આશંકા

Face Of Nation, 11-08-2021: હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં બુધવારના મોટો અકસ્માત સર્જાયો છે. અહીં પર મુસાફરોથી ભરેલી બસ ભૂસ્ખલન થતાં દબાઈ ગઈ છે. આ ઉપરાંત 2 કારો પણ ભૂસ્ખલનની ઝપટમાં આવી ગઈ છે. જાણકારી પ્રમાણે, આ વાહન કિન્નૌરથી હરિદ્વાર જઈ રહ્યા હતા. અકસ્માત બાદ રાહત-બચાવ દળ ઘટનાસ્થળે રવાના થઈ ગયું છે. ઘટનાસ્થળે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે હ્રદયદ્રાવક છે. આ દુર્ઘટના કિન્નોર જિલ્લાના નિગુલસેરી નેશનલ હાઈવે-5 પર ચીલ જંગલની પાસે બની છે.

https://twitter.com/ITBP_official/status/1425369406360616962

આ ઘટનામાં HRTC બસ ઝપટમાં આવી છે. અધિકારીઓ પ્રમાણે બસના ડ્રાઇવરે ઘટનાસ્થળથી જાણકારી આપી છે કે બસમાં 35થી 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જાણકારી પ્રમાણે ભૂસ્ખલન થવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલા વાહનો આની ઝપટમાં આવ્યા. એક મુસાફર બસ અને કેટલાક અન્ય વાહનો પર પહાડ તૂટી પડવાના કારણે અનેક મુસાફરો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિમલામાં વિધાનસભા પરિસરની બહાર સીએમ જયરામ ઠાકુરે ઘટનાની પુષ્ટિ કરી છે.

એનડીઆરએફની ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં લેન્ડસ્લાઇડની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત ત્યાં નદીઓમાં પૂર પણ આવ્યું છે.

Twitter

ITBP

A landslide reported on Reckong Peo- Shimla Highway in #Kinnaur District in Himachal Pradesh today at around 12.45 Hrs. One truck, a HRTC Bus and few vehicles reported ca…

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)