Home News સુરતમાં નથી પોલીસનો ડર, કુખ્યાત બૂટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં 2 શખ્સોએ...

સુરતમાં નથી પોલીસનો ડર, કુખ્યાત બૂટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં 2 શખ્સોએ કર્યો તલવારથી હુમલો

Face Of Nation, 11-08-2021: શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેંગવોરની ઘટના સામે આવી રહી છે. સુરતમાં માથા ભારે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યાં શહેરના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં બે શખ્સોએ તલવારથી હુમલો કર્યો, એકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઘટના બનતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

સુરતમાં કેટલાક વિસ્તારો માથાભારે તત્વો માટે એપી સેન્ટર થઈ ગયા હોય તેવું લાગે છે. શહેરના લિબાયત ડીંડોલી લાલગેટ રાંદેર જેવા વિસ્તારમાં ગેગ વોરની ઘટના અવારનવાર બનતી હોય છે. લાલગેટ વિસ્તારમાં જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આજુબાજુના પોલીસ સ્ટેશનોની પોલીસ પણ બોલાવવી પડી હતી. એ ઘટનામાં અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે હાલ લાલગેટ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ઘટનાની વાત કરવામાં આવે તો લાલગેટની હદમાં આવેલા રામપુરા વિસ્તારમાં રહેતા બૂટલેગર વલીઉલ્લાહના પુત્ર ફિરોજ પર જૂની અદાવતમાં તલાવાર જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. 6 થી 7 જેટલા યુવાનોએ એકાએક આવી ને આ હુમલો કર્યો ઘટનામાં નજીકમાં લાગેલા CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ ફૂટેજમાં હુમલો કરનાર યુવાનો છુપાઈ જવા માટે દોડી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

અન્સારી અહેજાજના કહેવા પ્રમાણે મસીન કાલિયા વિરુદ્ધ લાલગેટ પોલીસ અને CP સાહેબને ફરિયાદ કરી હતી. એ ફરિયાદ પાછી ખેંચી લેવા અગાઉ માથાકૂટ પણ થઈ હતી. જેની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે મોસીન કાલિયો દારૂના કેસમાં DCB પોલીસના ચોપડે વોન્ટેડ છે રાત્રીના સમયે વતાવરણ તંગ થઈ ગયું હતું જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ થાળે પાડવા પ્રયત્નો કર્યાં હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)