Home News વરસાદને લઇને રાહતના સમાચાર, હવામાન વિભાગે કરી મોટી આગાહી

વરસાદને લઇને રાહતના સમાચાર, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Face Of Nation, 11-08-2021: રાજ્યમાં વરસાદ મામલે અંશતઃ રાહતના સમાચાર સામે આવ્યા છે. 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવતો રહેશે. જોકે, ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નહિ, તેમ હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની પુનઃ શરૂઆત થશે.

તેમણે ઉમેર્યું હતું કે, તબક્કાવાર ઉત્તર ગુજરાત તરફ વરસાદ વધશે. હાલ ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે, ફરીથી વેટ સ્પેલ પણ આવશે. અત્યાર સુધી રાજ્યમાં 46 ટકા વરસાદની ઘટ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)