Home News રાજ્યની આ મેડિકલ કોલેજમાં ધડાધડ 30 વિદ્યાર્થીઓને ટાઇફોઇડ, તંત્ર દોડતું થયું!

રાજ્યની આ મેડિકલ કોલેજમાં ધડાધડ 30 વિદ્યાર્થીઓને ટાઇફોઇડ, તંત્ર દોડતું થયું!

488510936

Face Of Nation, 11-08-2021:  હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના ૩૦ જેટલાં વિદ્યાર્થીઓને ટાઇફોઇડ પોઝિટિવ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ૮૦૦ વિદ્યાર્થીઓ પૈકીના ૩૦ જેટલાં વિદ્યાર્થીઓને ટાઈફોઇડનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો હતો.

એક સામટા 30 જેટલાં વિદ્યાર્થીઓને ટાઈફોઇડના લક્ષણો જણાયા હતાં. બાદમાં 23 વિધાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા હતા અને 7 જેટલાં વિદ્યાર્થીઓને સામાન્ય લક્ષણ જણાતા તેઓની OPD કરી તેઓને સારવાર અપાઈ હતી.

બાદમાં 2 વિદ્યાર્થીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને એકસાથે પેટમાં દુ:ખાવા સહિતની ફરિયાદો ઉભી થતા સિવિલમાં તેમના સેમ્પલ લઇને સંભવિત ટાઇફોઇડ માટે વીડાલ ટેસ્ટ કરાયા હતા. જેમાં 30 વિદ્યાર્થીઓનો એક સાથે વીડાલ – પોઝિટિવ રિપોર્ટ આવતાં સિવિલ પ્રશાસન દોડતું થઇ ગયું હતું અને આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ગયા હતાં. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ દૂષિત પાણી પીવાના કારણે ટાઇફોઇડ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

એક તરફ 30 જેટલાં વિદ્યાર્થીઓ ટાઈફોઇડ પોઝિટિવ આવવાને લઈ સારવાર લઈ રહ્યાં છે અને વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યાં છે કે પીવાના પાણી દૂષિત હોવાને લઇ ટાઈફોઇડ થયો છે તો બીજી તરફ સિવિલ સત્તાધીશોનું પ્રાથમિક અનુમાન અખાદ્ય ખોરાક આરોગવાને લઈ થયું હોવાના નિવેદન કરી રહ્યા છે પ્રથમ કેસ સાત ઓગસ્ટના રોજ નોંધાયો હતો અને બાદમાં એક બાદ એક એમ 30 જેટલાં વિદ્યાર્થીઓ ટાઈફોઈડના સકંજામાં આવ્યા હતા એક બાદ એક કેસ વધતાં જ કોલેજના સત્તાધીશોએ તપાસ માટે ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)