Home Uncategorized એક્ટિવાને બચાવવાના ચક્કરમાં મોટી દુર્ઘટના, સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 3ના...

એક્ટિવાને બચાવવાના ચક્કરમાં મોટી દુર્ઘટના, સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 3ના મોત

Face Of Nation, 12-08-2021: પાટણમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચાણસ્મા મહેસાણા હાઇવે પર લણવા ગામ પાસે સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક માસુમ બાળકી સહિત કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાણસ્મા મહેસાણા હાઈવે પર સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવા ચાલકને બચાવવા જતા મોટી દુર્ઘટના ઘટી હતી. એક્ટિવાને બચાવવાના ચક્કરમાં સ્વીફ્ટ કાર અને ટેન્કર એકબીજા સાથે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, સ્વીફ્ટ કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારમાં સવાર ત્રણેય લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.

ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તો બીજી તરફ, પરિવારના ત્રણ સદસ્યો ગુમાવવાથી પરિજનોમાં માતમ છવાયો હતો.   (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)