Home News હવેથી દરરોજ ગુજરાતના 108 મંદિરોમાં લાઉડસ્પીકર પર ‘હનુમાન ચાલીસા’ નો પાઠ થશે

હવેથી દરરોજ ગુજરાતના 108 મંદિરોમાં લાઉડસ્પીકર પર ‘હનુમાન ચાલીસા’ નો પાઠ થશે

Face Of Nation, 12-08-2021:  ગુજરાતમાં હવે મંદિરોમાં લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. રાજ્યનું ત્રીજું સૌથી મોટું શહેર વડોદરામાં 108 મંદિરો લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને દિવસમાં બે વખત હનુમાન ચાલીસા અને આરતી કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ પહેલ જિલ્લામાં એક સ્થાનિક સંસ્થા ‘મિશન રામ સેતુ’ દ્વારા શરૂ કરવામાં આવી છે.

વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિરમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે લાઉડસ્પીકર વિતરણનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. લાઉડસ્પીકર વિતરણની પહેલ પર ટિપ્પણી કરતા, રામ સેતુ મિશનના વડા, દીપ અગ્રવાલે જણાવ્યું હતું કે, “લાઉડસ્પીકર લગાવવાનો હેતુ ભક્તોને ઘરે બેઠા હનુમાન ચાલીસા, આરતી અને અન્ય ભક્તિ ગીતો સાંભળવાનો લાભ માણવા માટે સક્ષમ બનાવવાનો છે. હકીકતમાં, કોરોના રોગચાળાને જોતા, સરકારની ઘણી માર્ગદર્શિકાઓ અને પ્રતિબંધોને કારણે, લોકોને મંદિરો અથવા ગીચ સ્થળોની મુલાકાત લેવાનું ટાળવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત શહેર પ્રમુખ ડો.વિજય શાહ, શહેર મહામંત્રી સુનીલ અને જસવંત સોલંકી સહિત ભાજપના કેટલાક નેતાઓ પણ પહોંચ્યા હતા. દીપક અગ્રવાલે કહ્યું કે, ’78 મંદિરોએ લાઉડસ્પીકર મેળવવા માટે અમારી સાથે નોંધણી કરાવી હતી. આગામી લોટનું વિતરણ બુધવારથી શરૂ થયું છે. આ અંતર્ગત નાના મંદિરોમાં એક લાઉડસ્પીકર અને મોટા મંદિરોમાં બે લાઉડસ્પીકર આપવામાં આવશે. આ સમાચાર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા તેની ફેસબુક પ્રોફાઇલ પર શેર કરવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી