Home News પીએમ મોદીએ લોન્ચ કરી દેશની સૌથી મોટી સ્કેપ પોલિસી, જાણો શું થશે...

પીએમ મોદીએ લોન્ચ કરી દેશની સૌથી મોટી સ્કેપ પોલિસી, જાણો શું થશે ફાયદો

Face Of Nation, 13-08-2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટનું સંબોધન કર્યું છે. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ પોલિસી હેઠળ વાહન સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વ્હીકલ સ્ક્રેપ પોલિસીનું પીએમ મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

VVMP હેન્ડબુકનું અનાવરણ કર્યા બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 75 માં સ્વતંત્રતા દિવસ પહેલા આજનો કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના મોટા લક્ષ્યને સિદ્ધ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આજે આપણે સ્ક્રેપિંગ પોલિસીલોન્ચ કરી રહ્યાં છીએ, જે આવનારા સમયમાં નવા ભારતની મોબિલિટીને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. અનફિટ વાહનોને માર્ગ પરથી હટાવવામાં આ પોલિસી મહત્વની સાબિત થશે.

દેશની અર્થવ્યવસ્થા માટે મોબિલિટી મોટું ફેક્ટર છે. જેમાં ઇન્ડસ્ટ્રીના તમામ દિગ્ગજોની મોટી ભૂમિકા રહેશે. આ પોલિસી દેશમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. દેશમાં 10 હજાર કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ લાવશે. આપણે આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કરશું. વેપાર અને ધંધામાં, જીવનમાં અનેક પરિવર્તન આવશે. જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે તેને જોતા જીવન અને ઇકોનોમિમાં ખૂબ મોટું પરિવર્તન આવશે.

ક્લાઈમેન્ટ ચેન્જની ચેલેન્જ આપણે રોજ અનુભવી રહ્યા છીએ. ભારત અને તેના નાગરિકોના હિત માટે મોટા પગલાં લેવા જરૂરી છે. એનર્જી ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ થયું છે. આજે ભારત દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ છે. રોડના નિર્માણમાં વેસ્ટનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયા છે. આ પોલિસીથી સામાન્ય પરિવારોને દરેક રીતે લાભ મળશે. નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે નવો ટેક્સ નહીં આપવો પડે. રોડ ટેક્સમાં છૂટ મળશે. ઈંધણની બચત થશે.

જૂની ગાડીઓથી રોડ એક્સીડેન્ટનો ખતરો વધુ રહે છે, તેનાથી મુક્તિ મળશે. પ્રદૂષણમાં ઘટાડો થશે. ગાડી તેની એજ જોઈને સ્ક્રેપ નહીં કરીએ પંરતુ તેનો વૈજ્ઞાનિક રીતે ટેસ્ટ થશે. ગુજરાતના અલંગને શીપ રિસાકલિંગનું હબ માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. મેન પાવર પણ ઉપલબ્ધ છે. ત્યારે અહીં ગાડીઓના સ્ક્રેપિંગનું મોટું હબ સાબિત થઈ શકે છે. વિશેષ રીતે સ્ક્રેપિંગથી જોડાયેલા કામદારોના જીવનમાં બદલાવ આવશે. અન્ય કર્મચારીઓને લાભ મળશે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી