Face Of Nation, 13-08-2021: ભારત, અમેરિકા, ચીન સહિત વિશ્વનાં 12 દેશોએ સંયુક્ત રાષ્ટ્ર તથા યુરોપિયન યુનિયનનાં દેશો સાથે ભેગા થઈને નિર્ણય કર્યો છે કે અફઘાનિસ્તાનમાં એવી સરકારને કોઈ જ સમર્થન આપવામાં નહીં આવે જે બંદૂકનાં જોરે બનાવવામાં આઅવી હોય. અફઘાનિસ્તાનમાં યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે અમેરિકાનાં વિદેશ વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
નોંધનીય છે કે અફઘાનિસ્તાન મુદ્દે કતર તરફથી એક બેઠક કરવામાં આવી હતી જેમાં ભારત , અમેરિકા, ચીન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, બ્રિટન, જર્મની, તુરજી જેવા દેશો સામેલ થયા હતા.
અમેરિકાનાં વિદેશ વિભાગનાં પ્રવક્તા નેડ પ્રાઇસે જાહેરાત કરી છે કે બધા જ દેશોએ ભેગા થઈને નિર્ણય કર્યો છે કે શાંતિ સ્થાપના કરવાની જરૂર છે તથા સૈન્ય બળથી સ્થાપિત કોઈ પણ સરકારને માન્યતા આપવામાં આવશે નહીં.
છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક વધી રહ્યો છે. આતંકવાદનાં જોરે તાલિબાન ધીમે ધીમે કાબુલ તરફ આગળ વધી રહ્યું છે અને દેશનાં મોટા ભાગનાં રાજ્યો પર હવે કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનની મહિલાને ગુલામ બનાવી લેવામાં આવી છે અને સરકાર પાસે હવે ભાગવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. અમેરિકા પણ જાણે તાલિબાન સામે લાચાર હોય તેવું વર્તન કરી રહ્યું છે. વિશ્વનાં ઘણા બધા લોકો સોશ્યલ મીડિયા પર અફઘાનિસ્તાનને બચાવી લેવા માટે અપીલ કરી રહ્યા છે. તાલિબાન આતંકવાદીઓ આખા દેશમાં મોતનો ખેલ રમી રહ્યા છે અને મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો છે. એવામાં ઘણા બધા દેશોની નજર ભારત પર પણ છે. એશિયામા ભારત ખૂબ મહત્વપૂર્ણ દેશ છે ત્યારે તાલિબાન સામે ભારતનોન વલણ કેવું રહેશે તેને લઈને આખા વિશ્વની નજર આપણાં દેશ પર છે. તાલિબાન ભારતને ધમકી આપી ચૂક્યું છે કે ભારતે તાલિબાન સામે તટસ્થ રહેવું જોઈએ, આ સિવાય તાલિબાને એમ પણ કહ્યું કે પાકિસ્તાન અને ભારતની દુશ્મનીથી તેને કોઈ લેવા દેવા નથી.
જો ખરેખર તાલિબાનોનો દાવો સાચો છે તો અફઘાનિસ્તાનના સરકારના હાથમાં હવે ફક્ત રાજધાની કાબુલ અને અમુક નાના-મોટા ક્ષેત્રો બચશે. એક સ્થાનિક રહેવાસીના દાવાના આધારે એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબાનના એક પ્રવક્તાએ કોઈ સત્તાવાર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યુ, કંધાર પર સંપૂર્ણ રીતે વિજય મેળવી લીધો છે. મુજાહિદ્દીન શહેરમાં શહીદ ચોક પર પહોંચી ગયા છે. તાલિબાનોએ એક અઠવાડિયામાં અફઘાનિસ્તાનના 34 રાજ્યોની રાજધાનીમાંથી 11 પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધુ છે.
તાલિબાનના આતંકવાદીઓએ કાબુલથી લગભગ 150 કિમીના અંતરે સ્થિત ગજની અને ઈરાન સરહદ પાસે સ્થિત હેરાત પર પહેલાથી જ કબજો જમાવ્યો છે. એવામાં મનાઈ રહ્યું છે કે આતંકવાદી હવે ગમે ત્યારે કાબુલ પર હુમલો કરી શકે છે. અફઘાનિસ્તાનની રાજધાની પર તાલિબાનોના પ્રભુત્વ બાદ અશરફ ગની સરકારનું પતન થઈ જશે. અમેરિકન સેનાએ પણ આશંકા વ્યક્ત કરી છે કે તાલિબાની આતંકવાદી 30 થી 90 દિવસની અંદર કાબુલ પર સત્તા પ્રાપ્ત કરી શકે છે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી