Face Of Nation, 13-08-2021: રાજ્ય માં આ વખતે ઘટ્ટ વરસાદમાં જોવા મળી છે . આ સ્થિતિમાં ખેડૂતો માટે સારા સમાચાર હવામાન વિભાગ તરફથી આવી રહ્યા છે. રાજ્યમાંથી વિદાઈ લઈ ગયેલો વરસાદ ફરી ગુજરાતની વાટે છે. હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં 17મી ઓગસ્ટથી ફરી ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. જાણો ક્યાં વિસ્તારને ઘમરોળશે મેઘો?
રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 17મી ઑગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થશે. આગામી ચારપાંચ દિવસમાં ચોમાસું સક્રિય થઈ જશે. આ વરસાદ હળવોથી મધ્યમ હશે તે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે. એક બાજુ રાજ્યમાં વરસાદની ઘટ 47 ટકાએ પહોંચી ગઈ છે. એવામાં હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોને થોડી રાહત મળશે. જોકે, સૌરાષ્ટ્રમાં પણ 17મી બાદ ક્યાંક ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જોકે, આ સ્થતિમાં ઉત્તર ગુજરાતને કચ્છે થોડી રાહ જોવી પડી શકે છે. પ્રતીકાત્મક તસવીર
દરમિયાન વરસાદ ખેચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યના ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે.
જેના મુજબ સમગ્ર રાજ્યમાં જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય. તા.30મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક અસરથી છોડવા મુખ્યમંત્રીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી