Home Uncategorized ગરબે ઘૂમવા તૈયાર રહેજો ગુજરાતીઓ! નવરાત્રીમાં રાજય સરકાર આપી શકે મહતમ છૂટછાટ

ગરબે ઘૂમવા તૈયાર રહેજો ગુજરાતીઓ! નવરાત્રીમાં રાજય સરકાર આપી શકે મહતમ છૂટછાટ

Face Of Nation, 14-08-2021:કોરોના મહામારીના કારણે ગત વર્ષે નવરાત્રીના 9 દિવસ ગરબાના રસિયાઓએ ગરબે ઘૂમ્યા વગર જ પસાર કર્યા હતાં. પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઘટી રહ્યાં હોવાથી સરકાર નવરાત્રીમાં શેરી ગરબાના આયોજનને મંજૂરી આપી શકે છે.ગરબા ખેલૈયાઓ માટે આ એક ખુશીની સમાચાર કહી શકાય કારણ કે ખેલૈયાઓને આ વર્ષે ગરબાનું આયોજન થાય તેવી આશા છે. તેવામાં જાણવા મળી રહ્યું છે કે નવરાત્રીને લઇ રાજ્ય સરકાર આગામી પરિસ્થિતને આધિન નિર્ણય લેશે.

લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત નવરાત્રીમાં પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લાગી શકે છે. પાર્ટીપ્લોટ, જાહેર મેદાને કે ક્બલમાં ગરબા આયોજનને છૂટછાટ ન આપે તેવી પણ શક્યતા છેસરકાર દ્વારા આરોગ્ય ગાઇડલાઇન આધિન એસઓપી પણ તૈયાર કરવામાં આવશે.

નવરાત્રી મહોત્સવ ઉજવણી બાબત

રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિ આધીન લેશે નિર્ણય,
લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે અપાશે છૂટ છાંટ,
નવરાત્રીમાં શેરી ગરબાને માટે મળી શકે છે છૂટ છાંટ,
નવરાત્રીમાં પ્રસાદ વિતરણ પર લાગી શકે છે પ્રતિબંધ,
પાર્ટી પ્લોટ, જાહેર મેદાન, કે ક્લબમાં ગરબા માટે નહીં મળે છૂટ છાંટ,
આરોગ્ય ગાઈડ લાઈન આધીન sop તૈયાર કરાશે,

રાજ્યમાં સતત બીજા વર્ષે પણ હવે નવરાત્રિના ગરબાના રસિયાઓએ ગરબે ઘૂમ્યા વિના જ નવ દિવસ પસાર કરવા પડશે. કોરોનાના કેસો ભલે ઘટી ગયા હોય પરંતુ દેશમાં ત્રીજી લહેરની આશંકાને પગલે આ વર્ષે પણ નવરાત્રિનું આયોજન નહીં થાય તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે તાજેતરમાં જ કોરોના મહામારીના કારણે રાજકોટના સૌથી મોટા ગરબા આયોજક સહિયર ગ્રુપ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી