પીજીવીસીએલના કર્મચારીઓ ફીડર, વીજથાંભલા સહીતની સાધનસામગ્રી રીપેરીંગ કરવામાં વ્યસ્ત છે
Face Of Nation:વાયુ વાવાઝોડાની અસરને કારણે હાલમાં વીજ કંપની પર માઠી અસર થઈ છે. બે દિવસમાં 558 ફીડર પ્રભાવિત થયાં હતા. જામનગર અને દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના 546 ગામડાઓ પ્રભાવિત બન્યા હતા. બે દિવસમાં કુલ 82 વીજ વીજ પોલ ધરાશાઈ થઈ ગયા હતા. આમ વીજ કંપનીને રૂપિયા 17.48 લાખનો ધૂંબો લાગ્યો છે.
વાયુ વાવાઝોડાની અસરને કારણે 558 ફિડરને અસર થઇ હતી. ફીડરને અસર થતાં ગામડાઓમાં વીજળી ગૂલ થઇ હતી. ભારે પવનોના કારણે જામનગર જિલ્લામાં વીજતંત્રના 28 થાંભલા પડી ગયા હતાં. જયારે 72 થાંભલાઓ નમી ગયા હતાં. પીજીવીસીએલના કર્મચારીઓ ફીડર, વીજથાંભલા સહીતની સાધનસામગ્રી રીપેરીંગ કરવામાં વ્યસ્ત છે, જે ગામડાઓમાં લાઇટો નથી ત્યાં રીપેરીંગ કામ ચાલી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષ વીજ કંપનીને વરસાદ, વાવાઝોડું, ભારે પવન કે અન્ય કારણોસર લાખો રૂપિયાનું નુકશાન થતું હોય છે. આમ છતાં વીજકંપનીના ટ્રાન્સફોમર, વીજપોલ અને વીજલાઈનો કોઈપણ પ્રકારનો વીમો નથી