Face Of Nation, 14-08-2021: ઇન્ડોનેશિયાથી આવેલ એક શીપમાં 17 દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે, જ્યારે એક દર્દીનું મોત થયું છે. આ દર્દીઓ જામનગર જીજી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. હાલ કોરોના પોઝિટીવ આવેલ ક્રુ મેમ્બર દર્દીઓની સ્થિતિ સારી હોવાનું જીજી હોસ્પીટલના તબીબે જણાવ્યું હતું. એક વોર્ડમાં 5 દર્દીઓને રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરના કેસોમાં ભલે ઘટાડો નોંધાતા હોય, પરંતુ હકીકતમાં કોરોના ગયો નથી. હાલ જામનગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરના સિક્કામાં 17 દર્દીઓ કોરોના પોઝિટીવ નોધાયા છે. ઈન્ડોનેશિયાથી આવેલી શીપમાં 17 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વની વાત તો એ છે કે 17 દર્દીમાંથી એક દર્દીનું શીપમાં જ મોત નિપજ્યું છે, જ્યારે 5 દર્દીઓને જામનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 11 દર્દીઓ શીપમાં ક્વોરોન્ટાઈન કરાયા હોવાની માહિતી મળી રહી છે.
ઇન્ડોનેશિયાથી આવેલ એક શીપમાં 17 દર્દીઓ પોઝિટીવ હોવાની માહિતી મળી હતી. 17 દર્દીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શિપ દરિયામાં છે અને તેમાં બાકીના મેમ્બર કોઈ લક્ષણો વિનાના છે. કોરોના પોઝિટીવ આવેલ તમામ શીપના ક્રુ મેમ્બર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવો