મેવાણીએ કહ્યું:આ ફરિયાદ નકામી છે. મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી મેં માફી માંગી હતી. મેં તો સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો, મેં ક્યાંય આક્ષેપ કર્યો નહોતો.
Face Of Nation:વલસાડમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે જીગ્નેશ મેવાણીએ ટ્વિટર પર ટિપ્પણી કરતી એક પોસ્ટ કરી હતી. જેના કારણે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.
આ ઘટનામાં જીગ્નેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વાયરલ વીડિયોને મેવાણીએ વલસાડની સ્કૂલનો દર્શાવ્યો હતો. આટલું જ નહીં, મેવાણીએ આ વીડિયો પોસ્ટ કરીને સ્કૂલ વિરુદ્ધ ટિપ્પણી કરીને PMO પાસે ખુલાસા માગ્યા હતા. જોકે, બાદમાં વિવાદ વકરતા લોકોને પૂછ્યું હતું કે આ વીડિયો ઇજીપ્તનો છે કે વલસાડનો?
જીગ્નેશ મેવાણીની ટ્વિટના કારણે રાજ્યમાં વિવાદ થયો હતો. અને વિવાદ વધતા મેવાણીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ હટાવ્યું હતું. આ મામલો મે મહિનાનો છે. જ્યારે ટ્વીટર પર મેવાણીએ આ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે શાળાએ ખુલાસો આપ્યો હતો કે આ વીડિયો અમારી શાળાનો નથી અને અંતે શાળાએ પોલીસ ફરિયાદ કરી હતી.
જીગ્નેશ મેવાણી વિરુદ્ધ RMVM શાળાના આચાર્યએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.હાલ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ચૂકી છે. આ ઘટનામાં વલસાડની આરએમવીએમ શાળાને બદનામ કરાતા ટ્વિટ કરનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઇ છે.
સ્કૂલના વિદ્યાર્થીઓને માર મારતો વાયરલ થયેલ એક ફેક ન્યુઝને જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી શાળાને બદનામ કરી હતી. જોકે હવે શાળાના આચાર્ય દ્વારા વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો હતો.
જીગ્નેશ મેવાણીએ આ ઘટના સામે આવ્યા બાદ પોતાનો પક્ષ રાખ્યો હતો. મેવાણીએ કહ્યું કે, આ ફરિયાદ નકામી છે. મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી મેં માફી માંગી હતી. તેમ છતાં ગુનો દાખલ થયો હોવાથી આ એફઆઈઆર ટકી શકશે નહીં. મેં તો સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો, મેં ક્યાંય આક્ષેપ કર્યો નહોતો.