Home Uncategorized દેશમાં 24 કલાકમાં નવા 36 હજાર કેસ નોંધાયા, 493ના મોત

દેશમાં 24 કલાકમાં નવા 36 હજાર કેસ નોંધાયા, 493ના મોત

Face Of Nation, 15-08-2021: ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ 40 હજાર નજીક નવા કેસ નોંધાઇ રહ્યા છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 36,083 નવા કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 493 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક દિવસ અગાઉ દેશમાં 38,667 કેસ નોંધાયા હતા. જ્યારે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 37,927 લોકો કોરોનાથી સ્વસ્થ થયા હતા એટલે કે ગઇકાલે 2337 એક્ટિવ કેસ ઓછા થયા હતા.

કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 21 લાખ 92 હજાર લોકો સંક્રમિત થયા છે. જેમાંથી ચાર લાખ 31 હજાર 225 લોકોના મોત થઇ ચૂક્યા છે. સારી વાત એ રહી હતી કે અત્યાર સુધી ત્રણ કરોડ 13 લાખ 76 હજાર લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે ચાર લાખથી ઓછી થઇ ગઇ છે.

કોરોનાના કુલ કેસ – ત્રણ કરોડ 21 લાખ 92 હજાર 576

કુલ ડિસ્ચાર્જ – ત્રણ કરોડ 13 લાખ 76 હજાર 15

કુલ એક્ટિવ કેસ – ત્રણ લાખ 85 હજાર 336

કુલ મૃત્યુ – ચાર લાખ 31 હજાર 225

કુલ રસીકરણ – 54 કરોડ 38 લાખ 46 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)