Face Of Nation, 15-08-2021: CMએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “કોરોનાની બીજી લહેર સિસ્ટમ માટે પડકારરૂપી જેની વચ્ચે પણ અડગ નિષ્ઠાથી સેવા આપતા રહેતા કોરોના વોરિયર્સની સેવા અનન્ય છે”
જૂનાગઢથી રાજ્વાસીઓને સંબોધતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને વંદન, જેના આપણે હંમેશા ઋણી રહેશું, તેમણે રાજ્યના વિકાસ માટેના સંકલ્પને દોહરાવતા કહ્યું કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.
મુખ્યમંત્રી વિજ્યરૂપાણીએ કહ્યું કે, 75માં વર્ષેને અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વરાજથી સુરાજ સુધીની સફર ચાલુ કરી છે.આજે સરકાર વતન પ્રેમ યોજના આપની સામે લાવી રહી છે. જેમાં 40 ટકા ખર્ચે રાજ્ય સરકાર જ્યારે 60 ટકા ખર્ચ દાતા કરશે.
ગુજરાતમાં કોરોના સામે મુકાબલો કપો હતો, કોરોન ના કપરા કાળમાં આપણે મર્યાદિત નિયંત્રણ વચ્ચે લડાઈ લડી.સૌ કોઈ કોરોના વોરિયર્સને અભિનંદ અને તેમનો ઋણ સ્વીકારું છું”.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી મૃત્ય પામેલા મૃતકોને પણ વીર શહીદો સાથે શ્રદ્ધાજલિ પાઠવતા કહ્યું કે, “મૃત્યુ પામેલા તમામ નાગરિકોને શ્રધાંજલિ આપું છું”.
આજે દેશ 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે. રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી આજે જૂનાગઢમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવી કર્યું ધ્વજ વંદન.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક સંબોઘન કરતા મંચ પરથી સૌને 75માં સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી. ઉલ્લેખનિય છે કે, તેમણે કહ્યું કે, 75 માં વર્ષે ને અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ સ્વરાજ થી સુરાજ સુધીની સફર ચાલુ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)