Face Of Nation, 15-08-2021: કેરેબિયન દેશ હૈતીમાં આવેલા ભીષણ ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 304 લોકો માર્યા ગયાના અહેવાલ છે જ્યારે 1800 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપ બાદ અહી અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. હૈતીના વડાપ્રધાન એરિયલ હેનરીએ કહ્યું કે તે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 7.2 માપવામાં આવી.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર હૈતીની રાજધાની પોર્ટ-ઓ પ્રિન્સ હતું, હૈતીથી 125 કિલોમીટર પશ્વિમમાં હતું. હૈતીની સિવિલ પ્રોટેક્શન એજન્સીએ ટ્વિટર પર જાણકારી આપી હતી કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 304 લોકોના મોત થયા છે. બચાવ અને રાહત કાર્ય કરી રહેલી ટીમોને અનેક લોકોને કાટમાળમાંથી બચાવ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. હૈતીના વડાપ્રધાને દેશમાં એક મહિના માટે ઇમરજન્સી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે, નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે જેના કારણે હાલમાં ઇન્ટરનેશનલ મદદ માંગશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)