Face Of Nation, 15-08-2021:અફઘાનિસ્તાનમાં તાલિબાન યુગની વાપસી થઈ ગઈ છે. અફઘાન સરકારે તાલિબાન આગળ ઘૂંટણિયા ટેક્યા છે. ટોલો ન્યૂઝના જણાવ્યાં મુજબ સત્તા હસ્તાંતરણ બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે. તેઓ તઝાકિસ્તાન માટે રવાના થયા છે. 100થી વધુ દિવસોથી ચાલી રહેલા સંઘર્ષ બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લીધો છે.
કાબુલ પર કબ્જા બાદ એ માનવામાં આવી રહ્યું હતું કે તાલિબાન આગળ ગની સરકારે સરન્ડર કરી દીધુ છે. ત્યારબાદ રવિવારે સત્તા સોંપવાની આખી પ્રક્રિયા ચાલી. તે પહેલા તાલિબાન તરફથી કહેવામાં આવ્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે વાતચીત દ્વારા ઉકેલ લાવવા માંગે છે. દેશની જનતાએ ડરવાની જરૂર છે.
તાલિબાનના નંબર 2 નેતા મુલ્લા બરાદર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે સત્તા હસ્તાંતરણ માટે વાતચીત કરવા પહોંચ્યા હતા. કહેવાય છે કે અલી અહેમદ જલાલી અફઘાનિસ્તાનના આગામી રાષ્ટ્રપતિ બની શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)