Face Of Nation, 16-08-2021: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ કાબુલમાં સ્થિતિ વણસી છે. અફઘાનિસ્તાનથી નીકળવાનો ફક્ત એક જ રસ્તો બચ્યો છે અને તે છે કાબુલ એરપોર્ટ. પરંતુ ત્યાં પણ ફાયરિંગ થયા બાદ સ્થિતિ બગડી છે. ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. આ ઉપરાંત કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે ધડાકા થયા હોવાના પણ અહેવાલ છે. હાલ અમેરિકાએ કાબુલ એરપોર્ટ પોતાના કબ્જામાં લીધુ છે.
કાબુલ એરપોર્ટ પર અફરાતફરી મચી છે. જેને જોતા કોમર્શિયલ ફ્લાઈટ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. આ કારણે અનેક લોકો ત્યાં ફસાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારત ચાબહાર પોર્ટનો ઉપયોગ કરી શકે છે. એરપોર્ટ બંધ હોવાની સ્થિતિમાં બની શકે કે ભારત પોતાના નાગરિકોને એરલિફ્ટ કરાવે.
એવા રિપોર્ટ્સ છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની ઓમાનમાં છે અને તેઓ અમેરિકા જઈ શકે છે. અત્રે જણાવવાનું કે અશરફ ગનીએ રવિવારે દેશ છોડી દીધો હતો. ત્યારે એવા રિપોર્ટ હતા કે તેઓ તઝાકિસ્તાનમાં છે. પરંતુ તઝાકિસ્તાને તેનો ઈન્કાર કરી દીધો.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે અમેરિકી સેનાએ ફાયરિંગ કરવું પડ્યું જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના કબ્જામાં છે. પરંતુ ભીડના કારણે સ્થિતિ કથળી છે. લોકો જબરદસ્તીથી વિમાનમાં ચડવાની કોશિશ કરે છે.
શિકાગોથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI126 એ થોડા સમય પહેલા મજાર એ શરીફ ઉપર અફઘાન હવાઈ સીમામાં પ્રવેશ કર્યા બાદ અચાનક યુ ટર્ન માર્યો. હાલ વિમાન તુર્કમેનિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં છે. હજુ સુધી અધિકૃત રીતે તેના કારણે અંગે કોઈ જાણકારી આવી નથી. પરંતુ અટકળો છે કે અફઘાન હવાઈ ક્ષેત્ર પર સુરક્ષા ચિંતાઓએ ભારતીય વિમાનને માર્ગ બદલવા માટે મજબૂર કર્યો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)