Home Crime ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર ની કાળી કરતૂત સામે આવી, વિધવા મહિલા સાથે સૃષ્ટિ...

ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર ની કાળી કરતૂત સામે આવી, વિધવા મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Face Of Nation, 16-08-2021:  ફેસબુક મેસેન્જરથી શરૂ થયેલા પ્રણયનો અંત જેલના સળીએ આવ્યો છે. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશન માં વિધવા મહિલાએ કથિત પત્રકાર અને નકલી પોલીસ અધિકારી એવા રજનીશ પરમાર પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહિતની ફરિયાદ નોંધાવતા ખાડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફની ગિરફતમાં આવેલા કાળા કપડામાં આ શખ્સના કામ પણ કાળા જ છે. જેનું નામ એક છે પણ ઓળખાણ અનેક છે. આ બધી જ ઓળખાણ નકલી છે. જે નકલી ઓળખાણ અને પોતાની કાળી કરતૂતના કારણે આજે જેલના સળિયા પાછળ આ શખ્સ આવી ગયો છે.

આ વ્યક્તિ નું નામ રજનીશ પરમાર છે. જે અમદાવાદ ના ICB ફ્લોરા ફલેટ ગોતામાં પોતાની પત્ની અને પરિવાર સાથે રહે છે. અમદાવાદની ખાડિયા વિસ્તારની એક વિધવા મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી રજનીશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, બે વર્ષ પહેલા રજનીશ પરમારે ફરિયાદી મહિલાને ફેસબુક એકાઉન્ટથી મેસેન્જરથી મેસેજ કરીને પોતાની ઓળખાણ આપી હતી.

જેમાં રજનીશ પરમાર અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો ઓફિસર છે, સાથે જ પોલીસ સમન્વય સંસ્થાનો ડાયરેકટર હોવાનું જણાવતો હતો. આ સહિત અમદાવાદમાં અલગ અલગ સ્થળે બંગલા અને શો રૂમ બની રહ્યા છે, આવી મોટી મોટી વાતો કરીને મહિલાને પોતાના પ્રેમમાં ફસાવી મહિલાને પણ શોરૂમના માલિક અને પોલીસ સમન્વય સંસ્થાના ભાગીદાર બનાવી દેવાની અને પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી હતી. આ શખ્સ આટલેથી ન અટક્યો ત્યારે ફરિયાદી મહિલાની રોકડ રકમ સહિત સોનાના દાગીનાની સહિત અંદાજે 20 લાખની છેતરપિંડી કરી હોવાનું ઇ-ડિવિઝનના એસીપી સાગર સાબડાએ જણાવ્યું છે.

ફરિયાદી મહિલાનો આક્ષેપ છે આરોપી રજનીશ પરમારે અવારનવાર મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત ઓરલ સેક્સ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. જેમાં ફરિયાદી મહિલાની મંજૂરી પણ ન હતી. ત્યારે મહિલાએ આપેલા પૈસા અને લગ્ન કરવાની વાત મૂકતા આરોપીએ કહ્યું હતું કે, હજુ તેની પત્નીએ છૂટાછેડા નથી આપ્યા. એટલે હાલ કંઈ નહીં થઈ શકે. ફરિયાદી મહિલાને એક 30 વર્ષ અને એક 28 વર્ષના એમ બે પુત્રો પણ છે.

પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયાની સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી રજનીશના રચેલા ષડયંત્રમાં વિધવા મહિલા બરાબર ફસાઈ ગઈ હતી. પરંતુ બે મહિના પહેલા ફરિયાદી મહિલા અને રજનીશ પરમાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપીએ મહિલાને ક્રોધમાં આવીને માર માર્યો હતો તેમજ લગ્ન કરવાની પણ ના પાડી દીધી હતી. આરોપી અને ભોગ બનનાર મહિલા વચ્ચે થયેલી આ તકરાર ઘટનાનો ટર્નિંગ પોઇન્ટ બની હતી.

મહિલાએ પોતાના પર થયેલા અત્યાચાર અને ઠગાઇની ફરિયાદ ખાડીયા પોલીસ સ્ટેશનમાં લખાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી રજનીશ પરમારની ધરપકડ કરી લીધી છે. તપાસમાં આરોપી સામે અગાઉ પણ બળાત્કાર સહિતના ગુનાઓ રાજકોટમાં નોંધાયેલા હોવાની હકીકત બહાર આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)