Home World ઓનલાઇન ફૂડ મંગાવનાર ચેતી જજો, ચોંકાવનારો વીડિયો આવ્યો સામે….

ઓનલાઇન ફૂડ મંગાવનાર ચેતી જજો, ચોંકાવનારો વીડિયો આવ્યો સામે….

Face Of Nation, 17-08-2021:  કોરોના વાયરસ મહામારી બાદ ફૂડ ડિલિવરીની ડિમાન્ડ ખુબ વધી ગઈ છે. મોબાઈલ ડિવાઈસ પર બસ ક્લિક કરીને ઘરે બેઠા મનગમતા ફૂડને ઓર્ડર કરી શકાય છે. જો કે ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરવાની જે સુવિધા મળે છે તેમાં કેટલીક ખામીઓ પણ છે.

અનેકવાર એવું જોવા મળ્યું છે કે ડિલિવરી બોય ઓર્ડર કરેલા તૈયાર ભોજન કે જે ગ્રાહકો સુધી પહોંચાડવાનું હોય છે, તેમાંથી ફૂડ કાઢી લે છે. હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે એક ડિલિવરી બોય ગ્રાહકનું ખાવાનું ચોરી કરતો કેમેરામાં કેદ થયો. તે રસ્તાના કિનારે બેસીને હાથેથી થોડું ખાવાનું કાઢ્યું અને ખાઈ ગયો. ત્યારબાદ ફરી પાછું હતું એવું પેક કરી દીધુ જેથી કોઈને ખબર ન પડે.

વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે ડિલિવરી બોય રસ્તાના કિનારે બેઠો હતો. તેની બાજુમાં બાઈક ઊભી હતી. એક એક કરીને તે ખાવાનાના પેકેટ ખોલે છે અને પોતાના માટે થોડું કાઢી લઈ પોતાના ટિફિન બોક્સમાં નાખે છે. ડિલિવરી બોયે ગ્રાહકના ઓર્ડર કરેલા ફૂડમાંથી નૂડલ્સ, તળેલા સ્નેક્સ, અને થોડા પ્રમાણમાં સૂપ લઈ લીધો. જ્યારે તેણે ખાવાનું ખાઈ લીધુ ત્યારપછી તેણે સ્ટેપલરની મદદથી બેગ ફરીથી સિલ કરી દીધી. વીડિયો ગાર્ડન સ્ટેટ મિક્સ દ્વારા યુટ્યુબ પર શેર કરાયો છે. આ વીડિયો 185k થી વધુ વાર જોવાયો છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)