Home News આવતીકાલથી 5 દિવસ બંધ રહેશે બેન્કો, અમદાવાદમાં આ દિવસે રજા

આવતીકાલથી 5 દિવસ બંધ રહેશે બેન્કો, અમદાવાદમાં આ દિવસે રજા

Face Of Nation, 18-08-2021  જો તમે આ અઠવાડિયે બેંકમાં જવાનું વિચારી રહ્યા છો, તો તમને તમારા શહેરમાં બેંકો બંધ મળી શકે છે. તેથી, જો તમારી પાસે પણ બેંક સંબંધિત કોઈ મહત્વનું કામ છે, તો તમારે બેન્કનું કઇ કામ હોય તો આજે જ તે કામ પતાવી લો આવતીકાલથી ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે. ખરેખર, આ અઠવાડિયે, બેંકોમાં ગુરુવારે એટલે કે 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી સતત 5 દિવસની રજા રહેશે. જો કે, ધ્યાનમાં રાખો કે આ બેંક રજાઓ એક જ સમયે તમામ રાજ્યો માટે લાગુ પડશે નહીં. દરેક રાજ્યમાં અલગ અલગ દિવસે ઓગસ્ટમાં બેંક રજા જાહેર કરવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં સ્થાનિક જરૂરિયાત મુજબ રજાઓ જાહેર કરવામાં આવી છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નોટિફિકેશન મુજબ મહિનાના બીજા અને ચોથા શનિવાર અને રવિવારે તમામ બેંકો બંધ છે. આ નિયમ ખાનગી અને સરકારી બંને બેંકોમાં લાગુ છે. ચાલો જાણીએ કે કયા શહેરોમાં બેંકો આગામી 5 દિવસ સુધી કામ કરશે નહીં…

આ શહેરોમાં 19 થી 23 ઓગસ્ટ સુધી બેંકો બંધ રહેશે.

1.) 19 ઓગસ્ટ – મોહરમ (અશુરા) – અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેંકો બંધ
2.) ઓગસ્ટ 20 – મોહરમ / પ્રથમ ઓણમ – બેંગ્લોર, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ
3.) 21 ઓગસ્ટ – તિરુવોનમ- કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ
4.) ઓગસ્ટ 22- રવિવાર
5.) 23 ઓગસ્ટ – શ્રી નારાયણ ગુરુ જયંતી – કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ

જો આપણે આગામી રજાઓની વાત કરીએ તો 28 ઓગસ્ટ મહિનાનો ચોથો શનિવાર છે, જેના કારણે બેન્કો બંધ રહેશે. આ સિવાય 29 ઓગસ્ટના રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે. અમદાવાદ, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે બેન્કો બંધ રહેશે. શ્રી કૃષ્ણ અષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેન્કો 31 ઓગસ્ટના રોજ કામકાજ થશે નહીં.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)