Home News અમદાવાદમાં 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી કરી ગર્ભવતી, આખરે પ્રેમીની કરતૂતનો ફૂટ્યો...

અમદાવાદમાં 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી કરી ગર્ભવતી, આખરે પ્રેમીની કરતૂતનો ફૂટ્યો ભાંડો

Face Of Nation, 18-08-2021: અમદાવાદમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે વારવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. આ બનાવને લઈ પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સગીરા તેની નાનીના ઘર પાસે રહેતા સુનીલ ઉર્ફે ચૂનો સાથે અવારનવાર વાતો કરતી હતી અને સુનીલે સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. જો કે, થોડાક દિવસો બાદ સગીરાની મોટી બહેનની સગાઈ નક્કી કરવાની હોવાથી સગીરાનો પરિવાર રાજકોટ ગયો હતો. ત્યારે સગીરા તેના નાના સાથે ઘરે હાજર હતી. ત્યારે સુનીલ આવ્યો અને મારે તારી સાથે વાત કરવી છે તેમ જણાવીને પોતાના એક મિત્રના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપીને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

જો કે, આ અંગે સગીરાએ તેના માતા પિતાની સમાજમાં બદનામી ન થાય તે માટે કોઈને જાણ કરી ન હતી. થોડા દિવસ તેને કંઇ ખબર ન પડી પરંતુ પછી તેને જાણ થઈ કે તેને પાંચ મહિનાનો ગર્ભ છે. તેણે સુનીલને આ અંગે જાણ કરતા તેણે તેની સાથે લગ્નની ના પાડી દીધી હતી. સગીરાના પરિવારજનોને પણ આ અંગેની જાણ થતા સુનીલ અને તેના પરિવારને મળવા માટે બોલાવ્યા હતા અને ઘટનાની જાણ કરી હતી.

આ સાંભળીને સુનિલના પરિવારજનો આવેશમાં આવી ગયા અને ખર્ચ આપવાની મનાઈ કરી અને સાથે ન આવવાનું કહી સુનીલ અને તેના પરીવારે સગીરા અને તેની માતાને અપશબ્દો બોલીને ઝઘડો કરીને મારામારી કરી હતી. જેથી સગીરાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં સુનિલ અને તેના પરિવારના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહીતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)