Face Of Nation, 18-08-2021 અફઘાનિસ્તાનમાં તાલીબાને જે રીતે કબ્જો મેળવ્યો છે. તે જોઈને આખું વિશ્વ ચિંતામાં મુકાઈ ગયું છે. તાલીબાન તેમની સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આવા સમયે પાકિસ્તાનમાં ઈમરાન સરકારે તાલિબાનના સક્રિય સદસ્ય મુલ્લા મોહમ્મદ રસૂલને છોડી દીધો છે. જે છેલ્લા 5 વર્ષથી ભાજપની જેલમાં બંધ હતો.
તાલિબાનથી અલગ થયા બાદ મુલ્લા રસૂલ મોહમ્મદની ધરપકડ થઈ હતી. જોકે તાલિબાને ફરી પર અફઘાનિસ્તાન કબ્જો મેળવ્યા બાદ તેને ઈમરાન સરકાર દ્વારા છોડી દેવામાં આવ્યો છે. જેને એક ચિંતાનો વિષય કહી શકાય.
પાકિસ્તાન તાલિબાનને તેનું સમર્થન આપે છે તે વાત કોઈનાછી છૂપી નથી. અફઘાનિસ્તાન પર જ્યારે તેમણે કબ્જો જમાવ્યો ત્યારે ઈમરાન સરકારે તેમનું સ્વાગત કર્યું હતું. પરંતુ હવે તો તેમણે એક ખૂંખાર તાલિબાની સદસ્ય મુલ્લા મોહમ્મદ રસૂલને છોડી દીધો છે. જેના કારણે વિશ્વની નજરમાં ફરી પાકિસ્તાન ચર્ચાનો વિષય બન્યો છે.
લ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં હાલ તાલીબાનોએ પોતાનો કહેર વરસાવાનું શરૂ કરી દીધું છે. તેઓ રસ્તા પર જાહેરમાં લોકો પર ફાયરિંગ કરી રહ્યા છે. લોકો પોતાનો જીવ બચાવવા દેશ છોડીને ભાગી રહ્યા છે. સાથે સૌથી વધારે ડરતો અફઘાનની મહિલાઓમાં ફેલાયેલો છે. કારણકે તાલિબાનો મહિલાઓ સાથે સૌથી ખરાબ વર્તન કરતા હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)