Home News ચૂંટણી બાદ હિંસા મામલે મમતા બેનર્જી સરકારને મોટો ઝટકો, હાઇકોર્ટે CBIને આપ્યા...

ચૂંટણી બાદ હિંસા મામલે મમતા બેનર્જી સરકારને મોટો ઝટકો, હાઇકોર્ટે CBIને આપ્યા તપાસના આદેશ

Face Of Nation, 19-08-2021 : કોલકત્તા હાઈકોર્ટે પ.બંગાળમાં ચૂંટણી બાદની કથિત હિંસાની નિષ્પક્ષ તપાસની માંગ વાળી અરજી પર ગુરુવારે નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે ચૂંટણી બાદની હિંસાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનું કહ્યું છે. જો કે કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ફક્ત હત્યા અને રેપના આરોપોની સીબીઆઈ તપાસ થશે. અન્ય તમામ આરોપોના મામાલામાં એસઆઈટી તપાસ કરશે. કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળના આઈપીએસ અધિકારીની આગેવાનીમાં એસઆઈટી ગઠિત થશે અને આ કોર્ટના ઓબ્જર્વેશન હેઠળ તપાસ કરશે. કોર્ટે કહ્યું કે આ મામલાની સુનવણી 24 ઓક્ટોમ્બરે થશે.

કાર્યવાહક ચીફ જસ્ટિસ રાજેશ બિંદલ, જજ જસ્ટિસ આઈ પી મુખર્જી, જજ જસ્ટિસ હરીશ ટંડન, જજ જસ્ટિસ સૌમેન સેન અને જજ જસ્ટિસ સુબ્રત તાલુકદારની પીઠે આ મામલામાં નિર્ણય સંભળાવ્યો છે. આ પહેલા એનએચઆરસી અધ્યક્ષને ચૂંટણી બાદની હિંસા દરમિયાન માનવાધિકારોના ઉલંઘનના આરોપોની તપાસ માટે એક તપાસ સમિતિ ગઠિત કરવાનો આદેશ આપ્યો હતો. પેનલે પોતાના રિપોર્ટમાં મમતા સરકારને ગુનેગાર ઠરાવી હતી અને રેપ તથા હત્યાના મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ મામલાની સુનવણી રાજ્યની બહાર કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે 3 ઓગસ્ટે હાઈકોર્ટે મામાલ સાથે જોડાયેલી જાહેર હિતની અરજીમાં આદેશને સુરક્ષિત રાખ્યો હતો. જાહેરહિતની અરજી પર સુનવણી કરનારી 5 ન્યાયધીશની પીઠના નિર્દેશ પર એનએચઆરસી અધ્યક્ષ દ્વારા ગઠિત 7 સભ્યોની સમિતિએ પોતાના રિપોર્ટમાં બળાત્કાર અને રેપ જેવા ગંભીર ગુનાની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી. ભલામણમાં એમ પણ કહેવામાં આવ્યું હતુ કે આ મામલાની સુનવણી રાજ્યની બહાર થવી જોઈએ.

આ વર્ષે 2 મેએ પુર્ણ થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સીએમ બેનર્જીના નેતૃત્વ વાળી ટીએમસીની મોટી જીત થઈ હતી. 293 સીટોમાંથી 213 પર તેઓ જીત્યા હતા. ત્યારે ભાજપ 77 સીટ જીત્યુ હતુ. રાજ્યમાં હિંસાના સમાચાર આવ્યા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સહિત પાર્ટીના અનેક નેતાઓએ વિસ્તારની મુલાકાત લીધી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)