Home News આતંકવાદને પોષતુ આવેલા પાકિસ્તાનમાં શિયાના સરઘસમાં બોમ્બ બ્લાસ્ટ, 3ના મોત

આતંકવાદને પોષતુ આવેલા પાકિસ્તાનમાં શિયાના સરઘસમાં બોમ્બ બ્લાસ્ટ, 3ના મોત

Face Of Nation, 19-08-2021 : અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનના કબજા બાદ તેની આડઅસર પાકિસ્તાનમાં પણ દેખાવા લાગી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો, જેમાં શિયા સમુદાયના 3 લોકો માર્યા ગયા હતા. હંમેશાથી પાકિસ્તાન આતંકવાદને પોષતુ આવ્યું છે. પણ કહેવાય છેકે, જે બીજાના માટે ખાડો ખોદે છે એક દિવસ તે પોતે જ તેમાં પડે છે. નાપાક પાકિસ્તાન સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. હંમેશાથી પાકિસ્તાન ભારત સાથે કોઈકને કોઈક વાતે અવળચંડાઈ કરતું આવ્યું છે. એજ કારણ છેકે, તેના ભાગ રૂપે પાકિસ્તાનમાં અવાર નવાર હુમલા થતા રહે છે અને પોતાના જ કરેલાં પોતાના હૈયે વાગે છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતના બહવાન નગરમાં શિયા સમુદાયના લોકો તેમનું સરઘસ કાઢી રહ્યા હતા. તે દરમિયાન સરઘસ પર હુમલો થયો હતો. આ હુમલામાં 3 લોકોના મોત થયા. જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ હતી. જેની આડમાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.

જણાવી દઈએ કે ભલે પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ છે. પરંતુ ત્યાં શિયા, અહમદી અને કાદિયાની મુસ્લિમો હંમેશા કટ્ટરવાદીઓના નિશાન રહ્યા છે. કટ્ટરવાદીઓના દબાણ હેઠળ પાકિસ્તાન સરકારે કાયદો બનાવીને અહમદીઓને બિન-મુસ્લિમ જાહેર કર્યા છે. એટલું જ નહીં સમયાંતરે કટ્ટરવાદીઓ શિયા મુસ્લિમો પર હુમલા કરતા રહે છે. જ્યારે શિયાઓ મોહરમની આસપાસ તેમના શોક સરઘસ કાઢે છે, ત્યારે કટ્ટરવાદીઓ તેમના પર હુમલો કરવામાં અચકાતા નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)