Face Of Nation, 20-08-2021 : OBC સંશોધન બિલને રાષ્ટ્રપિત રામનાથ કોવિંદે ગુરૂવારે લીલીઝંડી આપી દીધી છે. આ બિલ કાયદાનું રૂપ લઈ ચુક્યુ છે. ચોમાસુ સત્ર દરમિયાન અંતિમ સમયમાં ઓબીસી સંશોધન બિલને પહેલા લોકસભા અને બાદમાં રાજ્યસભામાં પાસ કરાવામાં આવ્યુ હતું. આ બિલને પક્ષ અને વિપક્ષ, બંનેએ સમર્થન આપ્યુ હતું. બિલ હવે કાયદો બન્યા બાદ રાજ્ય ખુદ પોતાનું ઓબીસી લિસ્ટ બનાવી શકશે.
રાજ્યસભામાં બિલના સમર્થનમાં 187 વોટ પડ્યા હતા, જ્યારે લોકસભામાં 10 ઓગસ્ટના રોજ પાસ થયું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વિરેન્દ્ર કુમારે આ બિલને સદનમાં રજૂ કર્યુ હતુ જેના પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતું કે, આ સંવિધાન સંશોધન રાજ્યોને ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપશે. લોકસભામાં આ બિલના સમર્થનમાં 385 વોટ પડ્યા હતા અને વિરોધમાં એક પણ વોટ પડ્યો નહોતો.
સંસદમાં ઓબીસી બિલ પસાર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બંને ગૃહોમાં બંધારણ (127 મો સુધારો) બિલ, 2021 પસાર થવું એ આપણા દેશ માટે મહત્વની ક્ષણ છે. આ બિલ સામાજિક સશક્તિકરણને આગળ ધપાવે છે. તે હાંસિયામાં ધકેલાયેલા વર્ગને સન્માન, તક અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)