Home Uncategorized મહારાષ્ટ્રમાં મોટો અકસ્માત, મજૂરોને લઇ જઇ રહેલા ટ્રકે પલટી મારતા 13ના મોત

મહારાષ્ટ્રમાં મોટો અકસ્માત, મજૂરોને લઇ જઇ રહેલા ટ્રકે પલટી મારતા 13ના મોત

Face Of Nation, 20-08-2021 : મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ રાજમાર્ગ પરિયોજના માટે મજૂરોને લઈ જઈ રહેલો ટ્રક પલટી જતા લગભગ 13 મજૂરોના મોત થયા છે. આ જાણકારી પોલીસે આપી છે. શરૂઆતની માહિતી પ્રમાણે મજૂર બુલઢાના જિલ્લાના સિંધખેદરાજા તાલુકાના દુસરબીડથી સમૃદ્ધિ હાઇવે પર કામ કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તાડેગામમાં દુર્ઘટના થઇ હતી.

એક અધિકારીએ જણાવ્યું કે ઘટના સિંધખેદરાજા મેહકર રોડ પર તાડેગામ ફાટામાં દુસરબીદ ગામની પાસે બપોર 12 વાગ્યાની આસપાસ બની હતી. તે સમયે મજૂરો નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પરિયોજના પર કામ માટે જઈ રહ્યા હતા. અધિકારીએ કહ્યું કે રાજમાર્ગ પરિયોજના માટે સ્ટીલનું પરિવહન કરનાર વાહનમાં કુલ 16 મજૂરો સવાર હતા. બુલઢાણાના પોલીસ અધિક્ષક અરવિંદ ચાવરિયાએ કહ્યું કે વાહનની ઝડપ ઘણી હતી અને રસ્તા પર એક મોટા ખાડાના કારણે પલળી મારી ગઈ હતી. જેમાં 13 મજૂરોના મોત થયા છે અને અન્ય ઇજાગ્રસ્ત થયા છે.

અધિકારીએ જણાવ્યું કે આ વિશે સૂચના મળતા જ કિંગગામ રાજા સ્ટેશનના પોલીસ કર્મી સ્થળ પર પહોંચ્યા અને બચાવ અભિયાન શરુ કર્યું હતું. અધિકારીએ કહ્યું કે ઈજાગ્રસ્તોમાંથી કેટલાકને જાલના જિલ્લાના સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે અન્યને સિંધખેદરાજા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. તેમના મતે મોટાભાગના મજૂરો બિહાર અને ઉત્તર પ્રદેશના છે..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)