Face Of Nation, 21-08-2021: સુરેન્દ્રનગરના મુળી-ડોડિયા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે. ભાડુકા ગામ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અસક્માત સર્જાતા કારમાં સવાર દંપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાઈ થઈ ગયો હતો.
દંપતિ જ્યારે ચોટીલાથી સુરેન્દ્ર તરફ આવી રહ્યું ક્યારે પૂરપાટ ઝડપે એકાએક ટેન્કર ધસી આવ્યું હતું અને કારમાં સવાર દંપતિનો ભોગ લીધો હતો. ઘટના બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મળવ્યો હતો અને ટેન્કર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બંને મૃતકોને પીએમ અર્થે ખસેડી મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારજનો શોકમગ્ન બન્યા હતા.
અકસ્માની ઘટને લઈ લઈ પોલીસ નિવેદન આપતા જણાવ્યું હતું કે અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં પોલીસે અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે. તેવું જણાવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવું જણાવ્યું હતું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)