Home News રાજ્યમાં બે દિવસ વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી, જાણો

રાજ્યમાં બે દિવસ વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી, જાણો

Face Of Nation, 22-08-2021: સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 101 તાલુકામાં મેઘમહેર થઈ છે.  વલસાડના ધરમપુર અને અમરેલીના લીલીયામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.

લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. લાઠી અને લીલીયાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીલીયામાં ધોધમાર વરસાદને પગલે નાવલી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નદીના પાણી બજારમાં ફરી વળ્યા છે તો આ તરફ નાના ભમોદ્રા ગામમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીના માહોલ છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)