Face Of Nation, 23-08-2021: શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં ઘણા લોકોની હત્યામાં સંડોવાયેલા લશ્કરના બે ટોચના આતંકી છુપાયા હોવાની જાણ થતા સુરક્ષા દળો સાબદ થયા. આતંકીઓ વાર કરે તે પહેલા સુરક્ષા દળોએ વાર કરી લીધો અને તેમને ઠાર કરી દીધા. અબ્બાસ શેખ નામનો આતંકી પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર અને ટીઆરએફનો સભ્ય હતો. બીજા આતંકીની ઓળખ સાકિબ મંજૂર તરીકે થઈ છે તે પણ લશ્કરના ટોચનો કમાન્ડર હતો. આ બન્ને ઘણા લોકોની હત્યામાં સંડોવાયેલા હતા. ઘણા લાંબા સમયથી તેમની તલાશ ચાલી રહી હતી.
આ પહેલા જમ્મુ -કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. નાગબેરન ત્રાલ વિસ્તારના જંગલોમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાંથી એકની ઓળખ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી વકીલ શાહ તરીકે થઈ છે તેણે ભાજપના નેતા રાકેશ પંડિતની ગોળી મારીને હત્યા કરી હતી. આ પહેલા 20 ઓગસ્ટના રોજ પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકી માર્યા ગયા હતા.
મંગળવારે ગુપકર પીપલ્સ એલાયન્સની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ મહત્વની બેઠકમાં જમ્મુ -કાશ્મીર રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને ખીણમાં હાલની પરિસ્થિતિ પર એક વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે. ગુપકર વાસ્તવમાં 6 મુખ્યપ્રવાહના રાજકીય પક્ષોનું ગઠબંધન છે, જે જમ્મુ -કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)