Home Sports ઘુટણમાં ઈજાના કારણે બજરંગ પૂનિયા વિશ્વ ચેમ્પિયનશિપમાંથી બહાર…

ઘુટણમાં ઈજાના કારણે બજરંગ પૂનિયા વિશ્વ ચેમ્પિયનશિપમાંથી બહાર…

Face Of Nation, 23-08-2021: ટોક્યો ઓલિમ્પિક માં બ્રોન્ઝ મેડલ જીતનારા બજરંગ પૂનિયા  આગામી કુશ્તી વિશ્વ ચેમ્પિયનશિપ માં ભાગ નહી લઈ શકે.  ટોક્યો ઓલિમ્પિક પહેલા ઘુટણાં ઈજાના કારણે  સારવાર માટે બજરંગને છ સપ્તાહ રિહેબિલિટેશનની સલાહ આપવામાં આવી છે. વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન નોર્વે ના ઓસ્લો  માં 2થી 10 ઓક્ટોબર સુધી કરવામાં આવશે અને રિહેબિલિટેશન કાર્યક્રમ પૂર્ણ થવા સુધી બજરંગ ટ્રેનિંગ શરુ નહી કરી શકે

ઓલિમ્પિક પહેલા જૂનમાં રશિયામાં થયેલી ઈજાની ગંભીરતા જાણવા હાલમાં બજરંગે એમઆરઆઈ કરાવ્યું હતું અને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં રમત મેડિસિન કેંદ્રના પ્રમુખ ડૉ દિનશૉ પરદીવાલાની સલાહ લીધી હતી. બજરંગે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું, ‘‘લિગામેન્ટમાં ઈજા છે અને ડૉ દિનશૉએ મને છ સપ્તાહ સુધી રિહેબિલિટેશન કાર્યક્રમમાંથી પસાર થવાનું કહ્યું છે. હું વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ નહી લઈ શકું.’’ .(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)