Home Uncategorized કાબુલમાં યુક્રેનનું વિમાન હાઈજેક થતા હડકંપ મચ્યો, ઈરાન લઈ જવાયું

કાબુલમાં યુક્રેનનું વિમાન હાઈજેક થતા હડકંપ મચ્યો, ઈરાન લઈ જવાયું

Face Of Nation, 24-08-2021: અફઘાનિસ્તાનથી આંચકાજનક સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાનમાં લોકોને રેસ્ક્યૂ કરવા પહોંચેલું યુક્રેનનું એક વિમાન હાઈજેક કરાયું છે. યુક્રેન સરકારના મંત્રીએ મંગળવારે આ દાવો કર્યો. મંત્રીના જણાવ્યાં મુજબ રવિવારે આ વિમાન હાઈજેક કરાયું હતું. કેટલાક અજાણ્યા લોકોએ વિમાનને પોતાના કબજામાં લીધું હતું.

યુક્રેન સરકારમાં ડેપ્યુટી વિદેશમંત્રી Yevgeny Yenin એ આ જાણકારી આપી અને કહ્યું કે રવિવારે અમારા પ્લેનને અજાણ્યા લોકો દ્વારા હાઈજેક કરી લેવાયું છે. મંગળવારે આ વિમાનને ઈરાન લઈ જવાયું છે. જેમાં અજાણ્યા લોકો છે. એટલું જ નહીં અમારા ત્રણ અન્ય નિકાસી પ્લાન પણ સફળ થયા નહીં કારણ કે લોકો એરપોર્ટ સુધી પહોંચી શક્યા નહતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)