Home Uncategorized હવે વોટ્સએપના માધ્યમથી પણ બુક થઈ શકશે વેક્સીનનો સ્લોટ, જાણો કેવી રીતે?

હવે વોટ્સએપના માધ્યમથી પણ બુક થઈ શકશે વેક્સીનનો સ્લોટ, જાણો કેવી રીતે?

Face Of Nation, 24-08-2021: કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોવિન પોર્ટલથી રસી મૂકાવવાના સ્લોટ કે એપોઈન્ટમેન્ટ બુક થતી હતી. જેમાં અનેકવાર સ્લોટ ખાલી મળવાની રાહ જોવી પડતી હતી. હવે સરકારે આ સ્લોટ બુકિંગને વધુ સરળ બનાવી દીધુ છે. લોકો વોટ્સએપના માધ્યમથી પણ રસીકરણ માટે સ્લોટ બુક કરી શકશે.

વોટ્સએપના સ્વામિત્વવાળી કંપની ફેસબુકે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે મળીને લોકોને રસીકરણ સ્લોટના બુકિંગ માટેની આ સુવિધા શરૂ કરી છે. આ અંગેની જાણકારી કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી. તેમણે લખ્યું કે નાગરિક સુવિધાના એક નવા યુગનો માર્ગ પ્રશસ્ત કરતા હવે મિનિટોમાં તમે ફોન પર સરળતાથી કોવિડ-19 રસીનો સ્લોટ બુક કરો.

આ સાથે જ વોટ્સએપના સીઈઓ વિલ કેથકાર્ટે પણ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે લખ્યું કે અમે ભારત સરકાર અને સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ભાગીદારી કરી રહ્યા છીએ. જેનાથી લોકોને વોટ્સએપના માધ્યમથી રસીકરણ માટે સ્લોટ બુક કરાવવાની સુવિધા મળશે. તેમનું કહેવું છે કે વેક્સીનેશન સ્લોટ બુક કરવાની સાથે જ લોકો આ પ્લેટફોર્મના માધ્યમથી પોતાનું કોવિડ-19 વેક્સીનેશન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકશે. તેમણે જાણકારી આપી કે 30 લાખ ભારતીયો આ સુવિધાનો લાભ ઉઠાવી ચૂક્યા છે.

આ રીતે કરો સ્લોટ બુકિંગ
1. સૌથી પહેલા તમારા મોબાઈલમાં માયજીઓવી કોરોના હેલ્પડેસ્ક નંબર 9013151515 સેવ કરી લો.
2. ત્યારબાદ સેવ કરાયેલા આ નંબર વોટ્સએપથી અંગ્રેજીમાં Book Slot લખીને મોકલો.
3. ત્યારપથી એસએમએસ દ્વારા મળેલા 6 અંકનો ઓટીપી તેમા નાખો.
4. વોટ્સએપ ચેટ દરમિયાન જ તમારી સુવિધા મુજબ રસીકરણની ડેટ, લોકેશન, પિન કોડ અને રસીનો પ્રકાર સિલેક્ટ કરી લો.
5. ત્યારબાદ તમારા સ્લોટને આ ચેટ દરમિયાન કન્ફર્મ કરો અને નિર્ધારિત તારીખે રસીકરણ કેન્દ્ર જઈને રસી મૂકાવી લો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)