Home Uncategorized કેરળમાં આકરો બન્યો કોરોના, ગત 24 કલાક દરમિયાન નોંધાયા 24,296 નવા કેસ

કેરળમાં આકરો બન્યો કોરોના, ગત 24 કલાક દરમિયાન નોંધાયા 24,296 નવા કેસ

Face Of Nation, 24-08-2021: કેરળમાં ગત 24 કલાક દરમિયાન 24,296 નવા કેસ નોંધાયા હતા, આ સાથે જ 173 લોકોના મોત પણ થયાં હતા. તો સોમવારે જે પોઝિટિવીટી રેટ 15.63 ટકા હતો તે આજે વધીને 18.04 ટકા થયો છે. આમ સોમવારે 13,383, રવિવારે 10,402 તે કેસ મંગળવારે 25,467 થયાં છે.

ઉલ્લેખનીય છે કે, કેરળમાં નવા કેસ નોંધાયા બાદ કુલ કેસનો આંકડો 38,51,984 પર પહોંચ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 36.72 લાખ લોકો કોરોના મુક્ત થઈ ચૂક્યા છે. રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 19,349 દર્દીઓ સ્વસ્થ થયાં છે. જ્યારે રાજ્યમાં હાલ 1,59,335 એક્ટિવ કેસ છે.

રાજ્યના પાંચ જિલ્લાઓમાં 2 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. એર્નાકુલમમાં 3,149 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ત્રિશૂર 3,046, કોઝીકોડ 2,875, મલપ્પુરમ 2,778, પલક્કડ 2,212, કોલ્લમ 1,762, કોટ્ટયમ 1,474, તિરુવનંતપુરમ 1,435, કન્નૂર 1,418, અલાપ્પુઝા 1,107 કોરોનાના કેસ નોંધાયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)