Home Uncategorized ફોટા પડાવવા પૂરતો જ રોડ!!! ન્યૂ મણિનગરના BJPના કોર્પોરેટરોની હાજરીમાં બનેલો રોડ...

ફોટા પડાવવા પૂરતો જ રોડ!!! ન્યૂ મણિનગરના BJPના કોર્પોરેટરોની હાજરીમાં બનેલો રોડ માત્ર પાંચ દિવસમાં જ તૂટી ગયો

Face Of Nation, 25-08-2021:  અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ આ ગાબડાં પુરવાનું કામ મોટાભાગે પુરૂ કરી નાંખ્યું હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ શહેરમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં તૂટી ગયેલા રોડ પર ફરી વાર નવો રોડ બનાવવાની માંગ ઘણા સમયથી હતી. ત્યારે અહીં ભાજપના કોર્પોરેટરોએ ખુદ ઉભા રહીને રોડ તૈયાર કરાવડાવ્યો હતો. જે તૈયાર થયાનાં માત્ર પાંચ જ દિવસમાં બેસી ગયો હતો. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

શહેરના રામોલ હાથીજણ વોર્ડમાં આવતા ન્યુ મણિનગર વિસ્તારમાં આ પેચવર્કની કામગીરીનો પોલ ખોલ વીડિયો સામે આવ્યો છે. રામોલ હાથીજણ વોર્ડના ભાજપના કોર્પોરેટરોએ ગૃહમંત્રીની વિધાનસભા બેઠક વટવાએ વિકાસ અને વિકાસએ વટવાના નામે ગીત સાથે રોડ બનાવ્યાનો વીડિયો બનાવ્યો હતો અને પાંચ દિવસમાં જ રોડ બેસી ગયો હતો અને ફરી પાછો ત્યાં ખાડો પડી ગયો હતો. ડ્રેનેજ લાઈનની નાખી હતી અને તેની ઉપર પેચવર્ક કરવામાં આવ્યું હોવાનો અધિકારીઓએ જણાવ્યું હતું. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

ન્યુ મણિનગર વિસ્તારમાં 5 દિવસ પૂર્વે જ બનાવાયેલો રોડ બેસી ગયો હતો. વોર્ડના ભાજપ કોર્પોરેટર ચંદ્રિકાબેન પંચાલ સહિતના કોર્પોરેટરોએ મધરાતે રાઉન્ડ લેવાતો હોવાનો પ્રચાર કરતા ફોટો પડાવ્યા હતા. ગૃહમંત્રીની વટવા વિધાનસભામાં મોટો વિકાસ કરાતો હોવાના ગીત મારફતે બણગાં ફૂંક્યા હતા. રોડની કામગીરીનો વીડિયો પણ બનાવ્યો હતો. જો કે માત્ર ગણતરીના દિવસમાં જ રોડ બેસી જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. કોન્ટ્રાકટરો અને અધિકારીઓ દ્વારા કામગીરી સરખી અને ગુણવત્તાયુક્ત કરવામાં આવે છે કે કેમ તે તપાસવા કોર્પોરેટરો જાય છે કે પછી રાતે કામ કરવા બહાર નીકળે છે તેવા ફોટો પડાવવા માટે જાય છે તેના પર સવાલ ઉભા થયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)