Face Of Nation, 26-08-2021: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ હાલાત સતત ખરાબ થઈ રહ્યા છે. લોકો કોઈ પણ ભોગે દેશમાંથી બહાર નીકળવા માંગે છે. આ માટે મોટાભાગના લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થઈ રહ્યા છે. પંરતુ આ બધા વચ્ચે અમેરિકાએ મોટા જોખમની ચેતવણી ઉચ્ચારી છે અને પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવાની સલાહ આપી છે.
અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે તે લોકો સુરક્ષિત સ્થળો પર જ રહે અને કાબુલ એરપોર્ટ પર ન જાય. કારણ કે એરપોર્ટ પર આતંકી હુમલાની આશંકા વધી ગઈ છે. અમેરિકા ઉપરાંત બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. અમેરિકાએ અલર્ટ જાહેર કરતા કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર જોખમના કારણે અમેરિકી નાગરિકોએ એરપોર્ટ પર જતા બચવું જોઈએ. જ્યાં સુધી તમને કઈ કરવા નિર્દેશ ન મળે ત્યાં સુધી લોકોએ એરપોર્ટના ગેટ ઉપર જતા પણ બચવું જોઈએ. જે નાગરિકો એરપોર્ટના એબી ગેટ, ઈસ્ટ ગેટ કે નોર્થ ગેટ પર છે તેઓ તરત ત્યાંથી નીકળી જાય.
અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદથી જ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત અનેક લોકો પોતાના નાગરિકોને કાબુલથી બહાર કાઢવામાં લાગ્યા છે. 14 ઓગસ્ટથી જ કાબુલ એરપોર્ટથી લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)