Home News કૃષ્ણ ભક્તો માટે મોટા સમાચાર, વિશ્વ વિખ્યાત દ્વારકા મંદિર જન્માષ્ટમીએ ખુલ્લું રહેશે

કૃષ્ણ ભક્તો માટે મોટા સમાચાર, વિશ્વ વિખ્યાત દ્વારકા મંદિર જન્માષ્ટમીએ ખુલ્લું રહેશે

Face Of Nation, 26-08-2021: રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા . ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા . જેમના પગલે રાજય ના અનેક મંદિરો બંધ કરવામાં આવ્યા હતા . હવે જયરે કેસો હળવા થતા સરકાર દ્વારા અનેક નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે . ત્યારે હવે રાજય માં જન્માષ્ટમી ના તહેવાર ને ગણતરની ના દિવસો બાકી છે ત્યારે ગુજરાત નું સુપ્રસિદ્ધ દ્વારકા મંદિર જન્માષ્ટમી નિમિત્તે ખુલ્લું રહેશે. દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. પરંતુ કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરવું પડશે .

દર વર્ષે દ્વારકા મંદિરના જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવે છે. જે દરમ્યાન લાખો ભાવિક ભક્તો આવતા હોય છે. જો કે ચાલુ વર્ષે મંદિર નિયત દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.જેમાં મંદિરના દર્શન માટે આવતા તમામ દર્શનાર્થીઓએ કોરોના સંક્રમણ નિયંત્રણની એસ.ઓ. પીનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. જન્માષ્ટમીના તહેવારને લઈ વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દ્વારકા નગરીને સોળ શણગાર કરવામાં આવ્યા છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો થનગનાટ દ્વારકાવાસીઓમાં જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને ધ્યાને રાખી રાજ્ય સરકારની ગાઈડ લાઈન અનુસાર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

દ્વારકાધીશ મંદિરમાં પણ ફરજિયાત માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવશે. તેમજ દર્શનાર્થીઓએ સર્કલમાં ઉભા રહી સોશિયલ ડિસ્ટન્સ રાખી દર્શન કરવાના રહેશે. ગાઈડ લાઈન પ્રમાણે મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન કરી શકશે.તો દર્શન કરતી વખતે દર્શનાર્થીઓએ SOPનું ફરજિયાત પાલન કરવું પડશે.

જન્માષ્ટમીના પર્વે લોકમેળા નહીં યોજી શકાય.તેમજ મટકી ફોડના આયોજન પર પણ પ્રતિબંધ મુકાયો છે. ઉપરાંત દ્વારકાધીશ મંદિર દ્વારા ઓનલાઈન દર્શનની સુવિધા કરાઈ છે. જે મંદિરની ઓફિશીયલ વેબસાઈટ મારફત લાઈવ આરતીનો લ્હાવો ભાવિકો લઈ શકશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)