Face Of Nation, 26-08-2021: તાલિબાનના આતંકથી બચાવવા માટે અફઘાનિસ્તાન છોડવાની આશામાં કાબુલ એરપોર્ટ પહોંચી રહેલા લોકો ભૂખ અને પ્યાસમાં મોતને ભેટી રહ્યા છે. એરપોર્ટની બહાર ખાવા પીવાની વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે. એટલું જ નહીં દુકાનદારો પણ અફઘાની કરન્સીની જગ્યાએ ડોલરની માંગણી કરી રહ્યા છે. જો કે અમેરિકી અને બ્રિટિશ સૈનિકો અફઘાનીઓને મદદ કરી રહ્યા છે પરંતુ દરેક વ્યક્તિ સુધી ભોજન પહોંચાડવું તેમના માટે પણ મુશ્કેલ છે.
કાબુલ એરપોર્ટની બહાર પાણીને એક બોટલ 40 ડોલર એટલે કે લગભગ 3000 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે એક પ્લેટ ભાતનો ભાવ 100 ડોલર સુધી પહોંચી ગયો છે. જે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 7500 રૂપિયા થાય. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે દુકાનદાર અફઘાનિસ્તાનની મુદ્રાની જગ્યાએ ડોલરમાં જ પૈસાની માંગણી કરી રહ્યા છે. અફઘાનિસ્તાન છોડવાની આશા લઈને આવેલા સેંકડો લોકો એરપોર્ટ પર હાજર છે. હવે આ લોકો માટે ભૂખ તરસથી મરવાની સ્થિતિ પેદા થઈ ગઈ છે. કઈ પણ ખાધા પીધા વગર તડકામાં રહેવા માટે મજબૂર છે અને આ જ કારણે બેહોશ થઈને પડી રહ્યા છે.
આમ છતાં તાલિબાનીઓ તેમની મદદ કરવાની જગ્યાએ તેમની મારપીટ કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં અમેરિકી અને બ્રિટિશ સૈનિકો અફઘાનીઓની મદદ કરી રહ્યા છે. સૈનિકો એરપોર્ટની આસપાસ અસ્થાયી ઘર બનાવીને રહેતા લોકોને પાણીની બોટલ અને ખાવાનું આપે છે. આ ઉપરાંત સૈનિકો અફઘાનિસ્તાનના નાના બાળકોને ચિપ્સના પેકેટ આપતા પણ જોવા મળે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)