Face Of Nation, 27-08-2021:મધ્ય પ્રદેશ ના દમોહ સ્થિત બેલાજી જૈન તીર્થ ક્ષેત્રમાં રહીને ચાર્તુમાસ વ્રત કરીને મુનિશ્રી શુદ્ધાત્મા સાગર જૈનએ 25 વર્ષનો સંન્યાસ છોડીને ગૃહસ્થ જીવન અપનાવવાની જાહેરાત કરી છે. જૈન મુનિની આ જાહેરાત સાથે જ વિવાદ પણ શરૂ થઇ ગયો છે. શુદ્ધાત્મ સાગર બે વાર દીક્ષા લઇ ચૂક્યા છે. ગત 25 વર્ષથી વસ્ત્રો વિના છે. પરંતુ હવે તેમણે પોતાની મહિલા મિત્ર પ્રજ્ઞા દીદી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. જૈન મુનીના આ નિર્ણયથી ભક્ત આશ્વર્યમાં છે.
જૈન મુનિએ જિલ્લાના પટેરા માર્ગ સ્થિત બેલાજી જૈન તીર્થ ક્ષેત્ર મેનેજમેન્ટ પર મારઝૂડ અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. જોકે જૈન મુનિએ આ મામલે મેનેજમેન્ટ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે. ત્યારબાદ પ્રજ્ઞા દીદી પોલીસ મથક પહોંચી અને તીર્થ ક્ષેત્ર મેનેજમેન્ટ પર તેમને મંદિરમાંથી બહાર કરવાનો આરોપ લગાવ્યો છે.
જોકે જૈન મુનિ શુદ્ધાત્મ સાગર જિલ્લાના બેલાજી જૈન તીર્થ ક્ષેત્રમાં ચાતુર્માસ કરી રહ્યા છે ગત 22 જુલાઇના રોજ બેલાજી પહોંચ્યા હતા. થોડા દિવસો પહેલાં જ આગરા પ્રજ્ઞા દીદી નામની મહિલા આશ્રમ આવી અને જણાવવામાં આવી રહ્યું છે કે જૈન મુનિ અને પ્રજ્ઞા દીદી વચ્ચે વાતચીત થવા લાગી. જ્યારે આ મામલો સામે આવ્યો તો તીર્થ ક્ષેત્રના આચાર્ય સિદ્ધાંત સાગર મહારાજે બંનેને આશ્રમમાંથી બહાર તગેડી મુક્યા
જૈન મુનિ શુદ્ધાત્મ સાગરનું કહેવું ચેહ કે ‘તેમને બદનામ કરી દેવામાં આવ્યા છે. એટલા માયે ગૃહસ્થ જીવન જ અપનાવીશ અને પ્રજ્ઞા દીદી સાથે ગૃહસ્થ જીવન સ્વિકાર કરી રહ્યો છું. તો બીજી તરફ પ્રજ્ઞા દીદીનું કહેવું છે કે ‘અમે ફક્ત મોબાઇલ પર વાત કરતા હતા પરંતુ ખોટા સંબંધ બનાવ્યા નથી. તેમની સાથે ભેદભાવ કર્યો અને પછી આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યા. .(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)