Home Sports ટોક્યો પેરાલિમ્પિક: ગુજરાતની યુવતી પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં, રચ્યો ઇતિહાસ…

ટોક્યો પેરાલિમ્પિક: ગુજરાતની યુવતી પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં, રચ્યો ઇતિહાસ…

Face Of Nation, 27-08-2021: ટોક્યો ઓલિમ્પિક પછી હવે પેરાલિમ્પિક પર બધાની નજર છે. ત્યારે ભારતની મેડલની આશા યથાવત રાખતા ગુજરાતી યુવતી ભાવિનાબેન ક્વાટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભાવિના પટેલે આ મૅચમાં 12-10, 13-11 અને 11-6થી જીત મેળવી હતી. બ્રાઝીલ સામેના ટેબિલ ટેનિસના મુકાબલામાં તેણે ઓલિવિએરાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી લઈ લીધીછે. પેરાલિમ્પિકમાં ભાવિનાબેન  ભારતને મેડલ અપાવી શકે છે.

ભાવિના પટેલે ટેબલ ટેનિસની વુમન્સ સિંગલ ક્લાસ-4ની કેટગરીમાં આજે વિજય સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે આજે  3.50 વાગ્યે તેની ક્વાર્ટર ફાઇનલ મેચ યોજાવાની છે. સર્બિયાની બોરિસ્લાવા પેરિક સાથે તેનો મુકાબલો થવાનો છે. જો ભાવિના ક્વાર્ટર ફાઇનલમાં જીતશે, તો ભારતનો ટોક્યો પેરાલિમ્પિકમાં પહેલો મેડલ પાક્કો થઈ જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)