Home News દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી ખુલી જશે સ્કૂલ, કેજરીવાલ સરકારે લીધો નિર્ણય

દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી ખુલી જશે સ્કૂલ, કેજરીવાલ સરકારે લીધો નિર્ણય

Face Of Nation, 27-08-2021: કોરોના મહામારીના લીધે લાંબા સમયથી બંધ દિલ્હીની સ્કૂલ 1 સપ્ટેમ્બરથી ખુલી જશે. જાણાકરી અનુસાર 1 સપ્ટેમ્બરથી 9થી 12 સુધીના બાળકોની સ્કૂલ શરૂ થશે. તો બીજી તરફ 8 સપ્ટેમ્બરથી 6 થી 8 ધોરણના બાળકો સ્કૂલ આવવા લાગશે.
તમને જણાવી દઇએ કે કોરોના મહામારીના લીધે દિલ્હી ગત લગભગ દોઢ વર્ષથી સ્કૂલ બંધ છે. ત્યારથી સ્કૂલોમાં ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે. સરકારે આ વર્ષે એપ્રિલમાં સ્કૂલ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન કોરોનાની ભીષણ લહેર આવી ગઇ. જેમાં દિલ્હી સહિત વિભિન્ન રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. તેના લીધે સરકારે સ્કૂલો શરૂ કરી નહી.
હવે દિલ્હીમાં કોરોનાના સ્થિતિ લગભગ કાબૂમાં છે. એટલા માટે સ્કૂલોને ફેજવાઇઝ ખોલવાનો નિર્ણય કર્યો છે. યોજના હેઠળ શરૂઆતમાં 9મા થી 12 સુધીની સ્કૂલો ખુલશે. આ ક્લાસના બાળકો 1 સપ્ટેમ્બરથી સ્કૂલ આવવાનું શરૂ કરી દેશે. ત્યારબાદ 8 સપ્ટેમ્બરથી 6 થી 8 ધોરણા બાળકો સ્કૂલ જશે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું, ‘Corona ના કેસ દિલ્હીમાં કામ થયું છે. આજે DDMA ની બેઠક થઇ છે. અમારું માનવું છે કે દિલ્હીમાં education activity ને વધારવી જોઇએ. જે અભ્યાસ સ્કૂલમાં થાય છે, તે ઓનલાઇન ઘરે બેસીને કરી શકતા નથી. સ્કૂલ ખોલવાની એક્ટિવિટી ધીમે ધીમે કરીને શરૂ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી સ્કૂલ ખુલી જશે. આ દરમિયાન જો બાળકોના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ મોકલવા માંગતા નથી તેમના પર દબાણ કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે સરકારે સ્કૂલ ખોલવાના મુદ્દે લોકો પાસે મંતવ્યો માંગ્યા હતા. લગભગ 70 ટકા લોકોએ સાવધાની સાથે સ્કૂલો ખોલવાની સલાહ આપી હતી.
તેમણે કહ્યું કે સ્કૂલ ખોલવાની સાથે જ ઓનલાઇન અભ્યાસ પણ ચાલતો રહેશે. સ્કૂલ આવનાર બાળકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તેમણે માસ્ક પહેરીને આવવું પડશે અને ક્લાસમાં સોશિયલ ડિસ્ટેસિંગ રાખવું જોઇએ. સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનાર 80 ટકા ટીચર્સને કોરોના વેક્સીન લગાવવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)