Face Of Nation, 28-08-2021: અમેરિકાએ ડ્રોનથી અફઘાનિસ્તાનમાં ISISના અડ્ડાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાએ આ હુમલો પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ISISના ખુરાસાન જૂથના એક આતંકવાદીને ઠાર માર્યો છે. યુએસ સંરક્ષણ વિભાગના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને આ માહિતી આપી હતી. જ્યારે, અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે, કારણ કે ત્યાં જોખમ છે.
જણાવી દઈએ કે ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા બાદ અમેરિકાએ ચેતવણી આપી હતી કે તેનો બદલો લેવામાં આવશે અને આતંકવાદીઓને પકડી પકડીને મારવામાં આવશે. ISIS ના ખોખુરાસાન જૂથે કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી હતી. આ પછી, યુએસ પ્રમુખ જો બાઈડેને કહ્યું કે કાબુલ એરપોર્ટ પર હુમલાખોરો વિશે જાણે છે અને તેમને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ યોગ્ય જવાબ આપવામાં આવશે. આના 24 કલાકની અંદર અમેરિકાએ ISISના અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા છે.
કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની રાષ્ટ્રીય સુરક્ષા ટીમે ચેતવણી આપી છે કે અમેરિકાના સૈનિકોનું કાબુલ છોડવા પહેલા આતંકીઓ ફરી હુમલો કરી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું છે કે કાબુલ એરપોર્ટ પર તમામ સંભવિત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમામ જોખમો વચ્ચે અમારા સૈનિકો લોકોને બહાર કાઢવાના મિશનમાં લાગેલા છે. પરંતુ આ મિશનના આગામી થોડા દિવસો વધુ જોખમી રહેશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)