Home Uncategorized કોરોના હજી ગયો નથી,  દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા પોઝિટિવ કેસો નોંધાયા..

કોરોના હજી ગયો નથી,  દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા પોઝિટિવ કેસો નોંધાયા..

Face Of Nation, 29-08-2021:  ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં ફરી વધારો થવા લાગ્યો છે. સતત ત્રીજા દિવસે કોરોનાના દૈનિક કેસ 45 હજાર નજીક રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 46759 કેસો સામે આવ્યા છે જ્યારે વધુ 509 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસો પણ વધીને હવે 3.59 લાખને પાર જતા રહ્યા છે. જે કુલ કેસોના 1.10 ટકા છે. આ ટકાવારી સપ્તાહ પહેલા માત્ર એક જ હતી.

હાલ સૌથી ખરાબ સ્થિતિ કેરળની છે, કેન્દ્રએ કેરળ અને મહારાષ્ટ્રને ફરી રાત્રી કરફ્યૂ લાગુ કરવાની સલાહ આપી હતી. જેનો અમલ કેરળ સરકાર કરવા જઇ રહી છે. કેરળમાં આગામી સપ્તાહથી રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લાગુ રહેશે. જ્યાં સાપ્તાહીક સંક્રમણ સાત ટકા હોય ત્યાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)