Face Of Nation, 29-08-2021: આજે ઓગસ્ટ મહિનાનો છેલ્લો રવિવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમમાં મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ સૌથી પહેલા હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદને તેમના જન્મદિવસ પર યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું- તમે કલ્પના કરી શકો છો કે મેજર ધ્યાનચંદજીના દિલ પર, તેમની આત્મા પર, તે જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે.
ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું- આજે જ્યારે આપણે દેશના નૌજવાનોમાં આપણી દીકરા-દીકરીઓમાં, રમત પ્રત્યે જે આકર્ષણ દેખાઇ રહ્યું છે. માતા પિતાને પણ બાળકોને પણ જો બાળકો રમતમાં આગળ જઇ રહ્યાં છે તો ખુશી થઇ રહી છે, આ જે ધગશ દેખાઇ રહી છે ને હું સમજુ છુ , આ મેજર ધ્યાનચંદજીને મોટી શ્રદ્ધાંજલિ છે.
આજે યુવા મન બનાવેલા રસ્તાં પર ચાલવા નથી માંગતુ, તે નવા રસ્તાં બનાવવા ઇચ્છે છે. મંજિલ પણ નવી, લક્ષ્ય પણ નવુ, રાહ પણ નવી અને ચાહ પણ નવી. અરે એકવાર મનમાં ઠાની લે છે ને યુવા, જીવ લગાવીને મંડી પડે છે, દિવસ રાત મહેનત કરી રહ્યાં છે.
હમણાં થોડાક દિવસો પહેલા જ આપણા દેશમાં રમકડાંઓની ચર્ચા થઇ રહી હતી, જોતજોતામાં આપણા યુવાનોના મનમાં આ વિષય આવ્યો ને તેમને ઠાની લીધુ તે દુનિયામાં રમકડાંની ઓળખ કઇ રીતે બને.
કેટલાય મેડલ કેમ ના મળી જાય, પરંતુ જ્યારે હૉકીમાં મેડલ ના મળે ભારતનો કોઇપણ નાગરિક વિજયનો આનંદ નથી લઇ શકતો, અને આ વખતે ઓલિમ્પિકમાં હૉકીમા મેડલ મળ્યો. ચાર દાયકા બાદ મળ્યો છે.
આજે નાના શહેરોમાં પણ સ્ટાર્ટ-અપ કલ્ચરનો વિસ્તાર થઇ રહ્યો છે, અને તેનાથી ઉજ્જવળ ભવિષ્યના સંકેત જોઇ રહ્યો છું.
આપણે જોઇએ છીએ, હમણાં થોડાક સમય પહેલા જ, ભારતે, પોતાના સ્પેસ સેક્ટરને ઓપન કર્યુ અને જોતજોતામાં દેશની યુવા પેઢીએ તે મોકોને ઝડપી લીધો. અને આનો લાભ ઉઠાવવા કૉલેજના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા નૌજવાન આગળ આવ્યા છે.
કાલા જન્માષ્ટમીનો મહાપર્વ પણ છે, જન્માષ્ટમીનો આ પર્વ એટલે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પર્વ, આપણે ભગવાનના બધા સ્વરૂપોથી પરિચિત છીએ, નટખટ કન્હૈયાથી લઇને વિરાટ રૂપ ધારણ કરનારા કૃષ્ણ સુધી, શાસ્ત્ર સામર્થ્યથી લઇને શસ્ત્ર સામર્થ્ય વાળા કૃષ્ણ સુધી. હું તમામ દેશવાસીઓને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ આપુ છે.
આજે જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, તો આપણે એ યાદ રાખવાનુ છે કે સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને આપણે હવે ધીમો નથી પડવા દેવાનો. આપણા દેશમાં જેટલા વધુ શહેર Water Plus City થશે એટલી જ સ્વચ્છતા વધશે. આપણી નદીઓ પણ સાફ થશે અને પાણી બચાવવાની એક માનવીય જવાબદારી નિભાવવાના સંસ્કાર પણ હશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)