Home Sports દેવેન્દ્ર ઝાઝરિયાએ ભાલા ફેંકમાં જીત્યો સિલ્વર મેડલ અને સુંદર સિંહને મળ્યો બ્રોન્ઝ

દેવેન્દ્ર ઝાઝરિયાએ ભાલા ફેંકમાં જીત્યો સિલ્વર મેડલ અને સુંદર સિંહને મળ્યો બ્રોન્ઝ

Face Of Nation, 30-08-2021:  ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં  પોતાનું શાનદાર પ્રદર્શ યથાવત રાખ્યું છે. પેરા એથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર અને સુંદર સિંહે બરછી ફેંક F45 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક ગેમ્સમાં દેવેન્દ્ર દેવેન્દ્ર ઝાઝરીયાનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા તે બે વખત ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.

અવનિ લેખારાએ શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતની અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 19 વર્ષની શૂટરએ મહિલાઓની 10 મીટર એર રાઇફલના વર્ગ SH1માં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણીએ 249.6નો સ્કોર કર્યો અને ટોપ કર્યું. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.

જયપુરની અવનીએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 21 શૂટર વચ્ચે સાતમા સ્થાને રહીને આ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે 60 શ્રેણીમાં છ શોટ બાદ 621.7નો સ્કોર કર્યો હતો, જે ટોચના આઠ નિશાનેબાજોમાં સ્થાન મેળવવા માટે પૂરતો હતો. આ ભારતીય શૂટરએ શરૂઆતથી અંત સુધી સાતત્ય જાળવી રાખ્યું અને સતત 10 થી વધુ સ્કોર બનાવ્યા. 626.0 ના પેરાલિમ્પિક ક્વોલિફિકેશન રેકોર્ડ સાથે ચીનના ઝાંગ કુઇપીંગ અને યુક્રેનની ઇરિયાના શેટનિક પ્રથમ બે સ્થાન મેળવ્યા છે.

નવ રાઉન્ડની આ ફાઇનલ મેચમાં અવનીને ચીની રમતવીર સી ઝાંગ સામે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. ઝાંગે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને આ મેચમાં ગોલ્ડ માટે મજબૂત દાવેદાર હતો. જોકે, અવનીએ તેના અચૂક નિશાનાના આધારે ઝાંગને હરાવી અને ગોલ્ડ મેડલ જીત્યો. અવનીએ નવ રાઉન્ડમાં 52.0, 51.3, 21.6, 20.8, 21.2, 20.9, 21.2, 20.1, 20.5 સાથે કુલ 249.6 નો સ્કોર કર્યો જે પેરાલિમ્પિક ગેમ્સનો નવો રેકોર્ડ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)