Face Of Nation, 30-08-2021: શહેરના અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે પાંચ મહિના પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાય ગયો હતો. મોબાઇલ લૂંટવાના ઇરાદે યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ટેકનિકલ સર્વેલન્સથી એક આરોપી પકડાયા બાદ તેની પૂછપરછમાં અન્યોના નામ ખૂલ્યા હતા. પોલીસે સગીર સહિત ૩ની ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે ગત માર્ચ મહિનામાં અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૨ના કન્સ્ટ્રક્શન સાઇટ પર યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી.
અમરોલી પોલીસની તપાસમાં મૃતકની ઓળખ મોહમંદ વામુ આલમ મુખ્તાર શેખ (ઉ.વ.૩૦, મુળ બિહાર) તરીકે થઇ હતી. મજૂરી કામ કરતા યુવકને તિક્ષ્ણ હથિયારના ઘા મારી પતાવી દેવાયો હતો. અમરોલી પોલીસએ આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન પીઆઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડોડિયાએ તપાસ શરૂ કરી હતી. આખરે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સને કેન્દ્રમાં રાખી તપાસ કરતા આખરે કડી મળી હતી.
અમરોલી પોલીસે ઓરિસ્સાના ગંજામથી અશોક પાત્રા નામના આરોપીને દબોચી લીધો હતો. જેની પૂછપરછમાં મનોજ ચંદ્ર પાત્રા, રોહિત ભોજરામ પાત્રા અને સગીર આરોપીના નામ ખૂલ્યા હતા. પોલીસે અશોક, મનોજ અને સગીરને પકડી પાડ્યા હતા જ્યારે રોહિતને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં મોબાઇલ લૂંટવાના ઇરાદે વામુની હત્યા કરી દેવાઇ હતી. વામુએ પ્રતિકાર કરતા ત્રણેયે કટર જેવા તિક્ષ્ણ હથિયારના ઘા મારી દીધા હતા. પોલીસે લૂંટાયેલો મોબાઇલ કબ્જે લીધો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)