Home Crime જન્માષ્ટમીએ જુગાર રમતા 9 લોકોની વલસાડ સીટી પોલીસે ધરપકડ કરી..

જન્માષ્ટમીએ જુગાર રમતા 9 લોકોની વલસાડ સીટી પોલીસે ધરપકડ કરી..

Face Of Nation, 30-08-2021: વલસાડ સીટી પોલીસની ટીમે કૈલાસ રોડ ઉપર ફ્લેટમાં ચાલતા જુગાર પર રેડ પાડી 9 જેટલા શકુનીઓને સાથે 91,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કૈલાશ રોડ ઉપર આવેલ એક ફ્લેટમાં કેટલાક ઈસમો તીન પત્તિનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. સીટી પોલીસના જવાનોએ બાતમીના આધારે રેડ કરી 2 બિલ્ડર સહિત 9 ઇસમોને 91,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. સીટી પોલીસે 9 ઈસમોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કૈલાશ રોડ ઉપર આવેલ નિર્મલ નગરમાં આવેલા ફ્લેટ નં. 305માં કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે સીટી પોલીસની ટીમે તાત્કાલિક બાતમી વાળા ફ્લેટ ઉપર રેડ કરતા 9 જેટલા ઇસમોને રોકડા રૂ.48,400 અને મોબાઈલ મળી કુલ 91,900ના મુદ્દામાલ સાથે 2 બિલ્ડર સહિત 9 જેટલા શકુનીઓની અટકાયત કરવામાં આવી છે. વલસાડ સીટી પોલીસની ટીમે તમામ ધરપકડ કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ
પરેશ રાયચંદ્ર હરિયા
હરેશ સંજયભાઈ કલસરિયા
દાનુભાઈ લગરાભાઈ આહીર
રાજુભાઇ ખીમભાઈ કલસરિયા
કરસનભાઈ સકરૂભાઈ આહીર
રાજેન્દ્ર ઠાકુરભાઈ આહીર
બીપીન ભુપતભાઈ જાની
પરેશ છગનભાઇ નકુમ
યોગેશ ઠાકુરભાઈ આહીર

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)