Home Uncategorized રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારીનો દરિયો ન ખેડવાની ચેતવણી

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારીનો દરિયો ન ખેડવાની ચેતવણી

Face Of Nation, 31-08-2021: ગુજરાત માટે સારા સમાચાર છે. આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત તમામ વિસ્તારમાં સારો થશે. તો દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, વલસાડ, નવસારી અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ થવાનો છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે. તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાની સીઝન દરમિયાન કુલ 43.14 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં 14 તાલુકા એવા છે જેમાં 1000 મીમીથી વધુ વરસાદ થયો છે. 501-1000 મીમી વચ્ચે વરસાદ થયેલા તાલુકાની સંખ્યા 25 છે. તો 251-500 મીમી વરસાદ રાજ્યના 106 તાલુકામાં થયો છે. મહત્વનું છે કે ચોમાસાની અડધી સીઝન પૂરી થયા બાદ પણ રાજ્યમાં હજુ 49 ટકા જેટલા વરસાદની ઘટ છે.

રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે. રાજ્યમાં જન્માષ્ટમીના દિવસે એટલે કે સોમવારે, અમદાવાદા, રાજકોટ, વડોદરા, સુરત સહિત અનેક જગ્યાએ સારો વરસાદ થયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉમરગામમાં બપોરે 2 કલાક સુધી 10 ઇંચ વરસાદ પડ્યો છે. તો કપરાડામાં 3 ઇંચ, પારડીમાં 1.30 ઇંચ વરસાદ થયો છે. વાપીમાં 5 ઇંચ વરસાદ થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)