Home News જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં છૂટ બાદ હવે લોકોએ શેરી ગરબાને મંજૂરી આપવાની કરી...

જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં છૂટ બાદ હવે લોકોએ શેરી ગરબાને મંજૂરી આપવાની કરી માંગ

az માટે રાજ્યભરમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. આ વચ્ચે સરકારે કોરોના ગાઇડલાઇન સાથે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ ઉજવવાની છૂટ આપી છે. હવે લોકો નવરાત્રિમાં પણ છૂટ મળવાની આશા વ્યક્ત કરી રહ્યાં છે. રાજકોટમાં શેરી ગરબાને મંજૂરી આપવાની માંગ શરૂ થઈ છે.

રાજ્યમાં કોરોના સંકટ બાદ હવે ધીમે-ધીમે સ્થિતિ થાળે પડી રહી છે. લોકો સામાન્ય જીવન જીવતા થઈ ગયા છે. મહત્વનું છે કે ગઈકાલે એટલે કે 30 ઓગસ્ટે રાજ્યભરમાં લોકોએ ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી હતી. હવે સપ્ટેમ્બરમાં ગણેશ ઉત્સવ પણ શરૂ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે લોકોને કોરોના ગાઇડલાઇન સાથે ગણેશ ઉત્સવ માટે પણ છૂટ આપી છે. પરંતુ રાજકોટમાં હવે ખેલૈયાઓમાં નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે. લોકો જન્માષ્ટમી અને ગણેશોત્સવની મંજૂરી બાદ શેરી ગરબાને પણ છૂટ આપવાની માંગ કરી રહ્યાં છે.

ગરબાના ચાહકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી પ્રાચિન ગરબાનું મહત્વ વધ્યું છે. લોકો કહી રહ્યાં છે કે અર્વાચીન ગરબામાં લોકોની ભીડ એકત્રિત થાય છે. પરંતુ શેરી ગરબામાં મર્યાદિત સંખ્યામાં લોકો આવતા હોય છે. તેથી સરકારે આ વર્ષે શેરી ગરબાને છૂટ આપવી જોઈએ. ખેલૈયાએ કહી રહ્યાં છે કે કોરોના ગાઇડલાઇન સાથે માતાજીની આરાધના ઘરે કરવી જોઈએ, પરંતુ શેરી ગરબાને છૂટ આપવા અંગે સરકારે વિચારવું જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)